ઓસ્ટ્રેલિયાની ટીમ તેના દિવસે કોઈપણ ટીમને ધ્વસ્ત શકે છે. આવું જ દ્રશ્ય સ્કોટલેન્ડ સામેની મેચમાં જોવા મળ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર 9.4 ઓવરમાં સ્કોટલેન્ડ સામે 155 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે વિસ્ફોટક બેટિંગ કરી હતી. સ્કોટલેન્ડના બોલરો તેની સામે ટકી શક્યા ન હતા. તેણે 80 રનની તોફાની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી હતી.

ટ્રેવિસ હેડે માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી

સ્કોટલેન્ડ સામેની મેચમાં ટ્રેવિસ હેડે ઇનિંગ્સની શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર સંયુક્ત બેટ્સમેન બની ગયો છે. માર્કસ સ્ટોઇનિસે પણ T20Iમાં ઓસ્ટ્રેલિયા માટે 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. હેડે મેચમાં 25 બોલમાં 80 રન બનાવ્યા જેમાં 12 ફોર અને 5 સિક્સ સામેલ હતી. પરંતુ તે ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો અને તેની સદી પૂરી કરી શક્યો નહીં.

ઓસ્ટ્રેલિયા માટે T20Iમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેનોની યાદી

  • ટ્રેવિસ હેડ -17 બોલ
  • માર્કસ સ્ટોઇનિસ- 17 બોલ
  • ડેવિડ વોર્નર- 18 બોલ
  • ગ્લેન મેક્સવેલ- 18 બોલ

હેડે પાવર પ્લેમાં બનાવ્યા સૌથી વધુ રન

ટ્રેવિસ હેડે સ્કોટલેન્ડના તમામ બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા. તેના કારણે જ ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 9.4 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહી હતી. હેડે બેટિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તે T20 ઇન્ટરનેશનલ મેચના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે પોલ સ્ટર્લિંગનો રેકોર્ડ તોડ્યો છે. T20I મેચના પાવરપ્લેમાં પોલ સ્ટર્લિંગે 67 રન અને ટ્રેવિસ હેડે 73 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં હેડ તમામ બેટ્સમેનોને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

  • Follow us on: