- આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
- ગ્લેન મેક્સવેલે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારી
- ટ્રેવિસ હેડ ODI વર્લ્ડકપની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી
ICC વર્લ્ડકપની 27મી મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિલ હેડે શાનદાર શરૂઆત કરી હતી. આ મેચમાં ટ્રેવિસ હેડે ધમાકેદાર સદી ફટકારી છે. તેણે માત્ર 59 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. આજે ટ્રેવિસ હેડે ODI વર્લ્ડકપમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી છે. તેની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી.
ઈનિંગમાં 10 ફોર અને 7 સિક્સ
ટ્રેવિસ હેડે આ મેચમાં 67 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. આ પછી તે ગ્લેન ફિલિપ્સના હાથે બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે આ ઇનિંગમાં 10 ફોર અને 7 સિક્સ ફટકારી છે. તેની આ શાનદાર ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આ સદી સાથે ટ્રેવિસ હેડ વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો છે. આ સાથે ODI વર્લ્ડકપમાં ડેબ્યૂ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
ગ્લેન મેક્સવેલે સૌથી ઝડપી સદી ફટકારી
ગ્લેન મેક્સવેલે ICC વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ સદી ફટકારી છે. આ જ વર્લ્ડકપમાં નેધરલેન્ડ સામે તેણે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. ગ્લેન મેક્સવેલ પણ બીજા સ્થાને છે, તેણે 2015 વર્લ્ડકપમાં શ્રીલંકા સામે માત્ર 51 બોલમાં સદી ફટકારી હતી. આ પછી ત્રીજા સ્થાને જેમ્સ ફોકનર છે. તેણે 2013 T20 વર્લ્ડકપમાં ભારત સામે 57 બોલમાં સદી ફટકારી હતી. હવે ટ્રેવિસ હેડ પણ આ યાદીમાં જોડાઈ ગયા છે. આજે તેણે માત્ર 59 બોલમાં સદી ફટકારી છે.