- રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
- SRHએ રાજસ્થાનની ટીમને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો
- ટ્રેન્ટ બોલ્ટે મેચના પાવરપ્લેમાં ત્રણ વિકેટ ઝડપી અને ઘણા મોટા રેકોર્ડ કર્યા
IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટીમો આમને-સામને છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. SRHએ રાજસ્થાનની ટીમને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટ્રેન્ટ બોલ્ટે મેચના પાવરપ્લેમાં ત્રણ વિકેટ ઝડપી અને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
ટ્રેન્ટ બોલ્ટે આ રેકોર્ડ બનાવ્યો હતો
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ પાવરપ્લેમાં ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા અભિષેક શર્માને પહેલી જ ઓવરમાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી તેણે પાંચમી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ ઓવરમાં તેણે રાહુલ ત્રિપાઠી અને એડન મેકક્રમની વિકેટ લીધી હતી. આ સાથે તે IPLના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. તેણે IPLના પાવરપ્લેમાં 62 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમાર નંબર વન પર હાજર છે. તેણે IPLના પાવરપ્લેમાં 71 વિકેટ લીધી છે.
IPLમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ:
71- ભુવનેશ્વર કુમાર
62- ટ્રેન્ટ બોલ્ટ*
59- સંદીપ શર્મા
58- દીપક ચહર
58- ઉમેશ યાદવ
57- ઈશાંત શર્મા
T20 ક્રિકેટના પાવરપ્લેમાં 100થી વધુ વિકેટ
ટ્રેન્ટ બોલ્ટ T20 ક્રિકેટના પાવરપ્લેમાં 100થી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. તેણે ભુવનેશ્વર કુમાર અને ડેવિડ વિલીની બરાબરી કરી લીધી છે. T20 ક્રિકેટના પાવરપ્લેમાં ભુવનેશ્વર કુમારે 118 અને ડેવિડ વિલીએ 128 વિકેટ ઝડપી છે.
પાવરપ્લેમાં કરે છે કમાલ
ટ્રેન્ટ બોલ્ટ શાનદાર ફોર્મમાં છે. તેણે રાજસ્થાન રોયલ્સ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી છે. બોલ્ટે IPL 2024ની 16 મેચમાં 16 વિકેટ લીધી છે. ખાસ વાત એ છે કે આમાંથી તેણે પાવરપ્લેમાં 12 વિકેટ ઝડપી છે. બીજા નંબર પર ભુવનેશ્વર કુમાર છે. તેણે 10 વિકેટ લીધી છે. મિચેલ સ્ટાર્ક ત્રીજા નંબર પર છે. તેની પાસે 9 વિકેટનો રેકોર્ડ છે.
IPL 2024માં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ:
12- ટ્રેન્ટ બોલ્ટ
10- ભુવનેશ્વર કુમાર
9- મિશેલ સ્ટાર્ક
8- વૈભવ અરોરા
8- ખલીલ અહેમદ