- એમ્મા રાડુકાનુના અભિયાનનો પ્રથમ રાઉન્ડમાં જ અંત આવ્યો, જાનિક સિનર બીજા રાઉન્ડમાં
- 14મા ક્રમાંકિત ટોમી પોલે લોરેન્ઝો સોનેગોને 6-4, 6-2, 5-7, 6-2થી અભિયાન આગળ વધાર્યું
- ચાર વર્ષમાં પ્રથમ વખત તેણે ટોચની 10 ખેલાડીઓમાંથી કોઈ એકને હરાવી
યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા દિવસે કેટલાક આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યા હતા. એક વર્ષ પહેલાં મેટરનિટીના કારણે ટેનિસમાંથી બ્રેક લેનાર નાઓમી ઓસાકાએ વિમેન્સ સિંગલ્સમાં 10મી ક્રમાંકિત જેલેના ઓસ્ટાપેન્કોને 6-3, 6-2થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
ચાર વર્ષમાં પ્રથમ વખત તેણે ટોચની 10 ખેલાડીઓમાંથી કોઈ એકને હરાવી છે. તેનો આગામી મુકાબલો કેરોલિના મુચોવા સામે થશે જેણે કેટી વોલિનેટ્સને 6-3, 7-5થી હરાવી હતી. વિમેન્સ સિંગલ્સમાં પ્રથમ ક્રમાંકિત ઇગા સ્વિયાતેકે કેમિલા રાખીમોવાને 6-4, 7-6થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરતાં પહેલાં તેને બે કલાક સંઘર્ષ કરવો પડયો હતો.11મી ક્રમાંકિત અમેરિકાની ડેનિયેલા કોલિન્સે પોતાની જ દેશની અન્ય ખેલાડી કેરોલિન ડોલેહાઇડને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ 106, 7-5, 6-4થી હરાવી હતી. 2020ની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન સોફિયા કેનિને 2021ની યુએસ ઓપન વિજેતા એમ્મા રાડુકાનુને 6-1, 3-6, 6-4થી હરાવી હતી.










