- ભારતમાં ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમનાર ઓસ્ટ્રેલિયન બન્યો ખ્વાજા
- ખ્વાજા ભારતમાં 400 બોલ રમનાર પ્રથમ કાંગારું પ્લેયર બન્યો
- આ પહેલા 1979માં ગ્રેહામ યલોપે 392 બોલનો સામનો કર્યો હતો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટર ઉસ્માન ખ્વાજાએ દમદાર સદી ફટકારી હતી સાથે જ તેણે એક અનોખો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો હતો અને આવું કરનાર તે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન બન્યો હતો.

ખ્વાજાનો ટેસ્ટમાં કમાલ રેકોર્ડ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટના બીજા દિવસે ઉસ્માન ખ્વાજા 180 રનની મેરેથોન ઇનિંગ રમી આઉટ થયો હતો. આ દરમિયાન તેણે ભારતની ધરતી પર ટેસ્ટ મેચની એક જ ઇનિંગમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે ભારતમાં 400 બોલ રમનાર પહેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો હતો.
44 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઉસ્માન ખ્વાજાએ અમદાવાદમાં 44 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ખ્વાજા પહેલાં ભારતમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ ગ્રેહામ યલોપના નામે હતો. યલોપે 1979માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 392 બોલનો સામનો કર્યો હતો. આ લિસ્ટમાં વર્તમાન કેપ્ટન સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાને છે. સ્મિથે વર્ષ 2017માં રાંચી ટેસ્ટમાં ભારત સામે 361 બોલનો સામનો કર્યો હતો.

ભારતમાં સૌથી વધુ બોલ રમનાર ઓસ્ટ્રેલિયન:
ઉસ્માન ખ્વાજા – 422 બોલ, અમદાવાદ, 2023
ગ્રેહામ યલોપ – 392 બોલ, કોલકાતા, 1979
સ્ટીવ સ્મિથ – 361 બોલ, રાંચી 2017
એલેન બોર્ડર – 360 બોલ, ચેન્નઈ 1979
શેન વોટ્સન – 338 બોલ, મોહાલી 2010