• ઓલિમ્પિકમાં રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી
  • ફાઈનલ મેચ પહેલા વજન વધી જતા ગેરલાયક ઠેરવવામાં આવી હતી
  • ફાઈનલ મેચ પહેલા વિનેશે પોતાનું વજન ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ વખતે ઓલિમ્પિકમાં વિનેશનું શાનદાર પ્રદર્શન જોઈને કરોડો ભારતીયોને આશા હતી કે આ વખતે વિનેશનો સિલ્વર મેડલ નિશ્ચિત છે. પરંતુ ફાઈનલ પહેલા વિનેશને વધતા વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે વિનેશ તેમજ તમામ ભારતીયો માટે મોટો આંચકો હતો. જો કે, ફાઈનલ મેચ પહેલા વિનેશે પોતાનું વજન ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેના કોચે ખુલાસો કર્યો હતો કે વજન ઘટાડવાની પ્રક્રિયામાં તે પોતાનો જીવ ગુમાવી શકે છે.

વિનેશના કોચે કર્યો ચોંકાવનારો ખુલાસો

પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ફાઈનલ પહેલા વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધારે હતું. જોકે, વિનેશે ફાઈનલ પહેલા વજન ઘટાડવા માટે આગલી રાતે સખત મહેનત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, વિનેશના કોચ વોલાર અકોસે મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે સેમિફાઈનલ બાદ વિનેશનું વજન 2.7 કિલો વધી ગયું હતું. અમે એક કલાક અને વીસ મિનિટ સુધી કસરત કરી અને હજુ પણ 1.5 કિલોગ્રામ વધારાનું વજન બાકી હતું.

કોચે વધુમાં કહ્યું કે તેના શરીર પર પરસેવાનું એક ટીપું પણ દેખાતું ન હતું. ત્યાં કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને મધ્યરાત્રિથી સવારના 5:30 સુધી તેણે અલગ-અલગ કાર્ડિયો મશીનો અને કુસ્તીની ચાલ પર કામ કર્યું. તેણી પડી ગઈ હતી પરંતુ કોઈક રીતે અમે તેને ઉભી કરી હતી, હું જાણી જોઈને નાટકીય વિગતો લખતો નથી, પરંતુ મને ફક્ત એટલું યાદ છે કે હું વિચારી રહ્યો હતો કે તેણી મરી શકે છે.

આજે આવશે CASનો નિર્ણય

ફાઇનલમાં અયોગ્ય ઠર્યા બાદ વિનેશ ફોગાટે સિલ્વર મેડલ અંગે CASને અપીલ કરી હતી. જોકે, 14 ઓગસ્ટે CASએ વિનેશની અપીલને ફગાવી દીધી હતી. પરંતુ આજે આ મામલે CASનો સંપૂર્ણ નિર્ણય આવી શકે છે કે તેની અપીલ કેમ ફગાવી દેવામાં આવી?

  • Follow us on: