• પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી
  • વિનેશ ફોગાટે સિલ્વર મેડલ અંગે CASમાં અપીલ દાખલ કરી હતી
  • વિનેશ ફોગાટની અપીલ પર CSAનો નિર્ણય હજુ જાહેર થયો નથી

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા 50 કિગ્રા કુસ્તીની ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે બાદ વિનેશે સિલ્વર મેડલ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે વિનેશની અપીલ પર CSAનો નિર્ણય હજુ જાહેર થયો નથી, પરંતુ ભારતીય રેસલિંગ ફેડરેશન તરફથી વિનેશ માટે મોટા સમાચાર આવ્યા છે.

WFIના ઉપાધ્યક્ષ જય પ્રકાશ ચૌધરીનું મોટું નિવેદન

કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ રેસલર વિનેશ ફોગાટની અપીલ પર પોતાનો ચુકાદો આપવા માટે સમયમર્યાદા લંબાવવા પર, WFIના ઉપાધ્યક્ષ જય પ્રકાશ ચૌધરીએ કહ્યું, આવું ન થવું જોઈતું હતું. પરંતુ હું માનું છું કે વિનેશની તરફેણમાં કંઈક આવવાનું છે. એવું લાગે છે કે તેમાં કેટલાક દળો સામેલ છે અને તેને મેડલ મળશે.

જયપ્રકાશનું માનવું છે કે આ મામલામાં વિનેશના કોચિંગ સ્ટાફની ભૂલ છે. વજન કેવી રીતે સ્થિર રાખવું તે તપાસવાનું કામ કોચનું છે. હવે જોવાનું એ રહે છે કે 16મી ઓગસ્ટે જે રીતે મોટા વકીલો આ કેસ લડી રહ્યા છે અને દેશના વડાપ્રધાને આ કેસની નોંધ લીધી છે તે જોતા લાગી રહ્યું છે કે નિર્ણય આપણા પક્ષમાં આવશે.

16મી ઓગસ્ટે નિર્ણય આવશે

વિનેશ ફોગાટના સિલ્વર મેડલ કેસ પર CAS 13મી ઓગસ્ટે તેનો ચુકાદો આપવાનો હતો, પરંતુ ગઈકાલે સીએએસ તેને 16મી ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. જે બાદ હવે કરોડો ભારતીય ચાહકો 16મી ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે. આશા છે કે નિર્ણય વિનેશની તરફેણમાં આવશે અને તેને સિલ્વર મેડલ મળશે.

  • Follow us on: