• પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી
  • આજે ભારતીય રેસલર વિનેશ ફોગાટ સ્વદેશ પરત ફરી છે
  • નવી દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવેલી ભારતીય રેસલર વિનેશ ફોગાટ આજે પરત ફરી છે. નવી દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના સ્વાગત માટે ઉમટેલી ભીડને જોઈને વિનેશ ફોગાટ ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા. આ ભાવનાત્મક ક્ષણમાં સાક્ષી મલિકે તેને સપોર્ટ કર્યો હતો. દરમિયાન, વિનેશ ફોગાટના પતિ સોમવીર રાઠીએ આ સમગ્ર ઘટના પર પહેલીવાર પ્રતિક્રિયા આપી. સોમવીરે પોતાના નિવેદનમાં ભારતીય રેસલિંગ ફેડરેશન પર મોટો આરોપ લગાવ્યો છે.

સોમવીર પેરિસમાં વિનેશ સાથે હતો

વિનેશ ફોગટના પતિ સોમવીર રાઠી પણ પેરિસમાં હાજર હતા. જ્યારે વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ફાઇનલ મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારે દરેકે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. પરંતુ, વિનેશના પતિ સોમવીરે આ સમગ્ર મામલા રક કોઈ પ્રતિક્રિયા આપી નથી. વિનેશ ફોગાટની નિવૃત્તિની જાહેરાત બાદ પણ સોમવીરે મૌન જાળવ્યું હતું.

સોમવીર રાઠીએ આપી પ્રતિક્રિયા

સોમવીર રાઠીને પૂછવામાં આવ્યું કે શું વિનેશ ફોગાટ ફાઈનલ મેચમાં ગેરલાયક ઠરવાને કારણે નિવૃત્ત થઈ ગઈ છે. અને વિનેશ ફોગાટ પોતાનો નિર્ણય બદલશે તેવી શક્યતાઓ કેટલી છે? આના જવાબમાં સોમવીર રાઠીએ કહ્યું કે તેઓ અત્યારે આ મામલે વધુ કહી શકશે નહીં. જોકે તેણે ભારતીય ઓલિમ્પિક ફેડરેશન પર મોટા આરોપો લગાવ્યા હતા.

ભારતીય રેસલિંગ ફેડરેશન પર સોમવીરે શું કહ્યું?

એક ઈન્ટરવ્યુમાં સોમવીર રાઠીએ કહ્યું કે આ દેશ દ્વારા કરવામાં આવેલો પ્રેમ છે. લોકો વિનેશ પર જે પ્રકારનો પ્રેમ વરસાવી રહ્યા છે તે જોઈને ખરેખર આનંદ થયો. તેના રેસલક સાથીઓને જોઈને વિનેશ ફોગાટની લાગણીઓ છલકાઈ ગઈ. તેઓ જાણતા નથી કે વિનેશ ફોગાટ માટે શું ઉજવણી થશે કારણ કે તે હમણાં જ ભારતમાં આવી છે. તે આ મામલે વધુ કહી શકશે નહીં, પરંતુ આ તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. ભારતીય રેસલિંગ ફેડરેશન પણ આ મુશ્કેલ સમયમાં તેની સાથે નથી. જો કોઈ ખેલાડી સાથે ન રહે તો સારું પ્રદર્શન કેવી રીતે કરી શકે.

  • Follow us on: