- પેરિસ ઓલિમ્પિકમાં વજનના કારણે મેડલ ચૂકી વિનેશ ફોગાટ
- CAS કોર્ટે વિનેશની તરફેણમાં ચૂકાદો ના આપ્યો
- સ્વદેશ પરત ફરી રહેલી વિનેશના સ્વાગતમાં પહોંચ્યા લોકો
ભારતીય રેસલર પેરિસથી ભારત પરત ફર્યા છે. તે 17 ઓગસ્ટની સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિનેશનું ખૂબ નાચ-ગાન સાથે સ્વાગત કરવામાં આવ્યું.
મેડલ વિજેતાની જેમ કરાયું સ્વાગત
એરપોર્ટથી બહાર આવ્યા બાદ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે તેની સાથે વાત કરી અને તેને સાંત્વના આપી. વિનેશને ભલે સિલ્વર કે ગોલ્ડ મેડલ ન મળ્યો હોય, પરંતુ CASમાં સુનાવણી દરમિયાન આખો દેશ તેની સાથે ઊભો હતો. હવે વિનેશનું એરપોર્ટ પર કોઈપણ ગોલ્ડ મેડલ વિજેતાની જેમ જ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવુક થઈ વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટ એરપોર્ટ પર પહોંચી ત્યારે દેશવાસીઓનો પ્રેમ મેળવીને ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાં આંસુ દેખાતા હતા. વિનેશ ફોગાટ સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત બની છે. ઓલિમ્પિકમાં કુસ્તીની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. દુર્ભાગ્યવશ, ફાઇનલ મેચ પહેલા, તેનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું, જેના કારણે તેને ગેરલાયક ઠેરવવો પડ્યો. જ્યારે મામલો CAS સુધી પહોંચ્યો, ઘણા દિવસોની રાહ જોયા પછી, સિલ્વર મેડલ આપવાની તેમની અપીલને ફગાવી દેવામાં આવી.
ગામમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલું
વિનેશ પરત ફરતા પહેલા તેના ભાઈ હરિન્દર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "કુસ્તી અને આ રમતને પસંદ કરતા તમામ લોકો એરપોર્ટ પર વિનેશનું સ્વાગત કરવા આવ્યા છે. દરેક ક્ષેત્રના લોકો વિનેશનું ઉષ્માભર્યું સ્વાગત કરવા આવ્યા હતા. વિનેશ." ગામમાં વિનેશના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.
વિનેશને ખભા પર ઉઠાવીને ગાડી સુધી લઇ ગયા
વિનેશ એરપોર્ટથી બહાર આવી, લોકો તેને ખભા પર ઊંચકીને કાર સુધી લઈ ગયા. આ દરમિયાન પણ વિનેશના આંસુ રોકાતા નહોતા. તે બજરંગ અને સાક્ષી સાથે કાર પર ઉભી રહી અને રડતી રહી. વિનેશે કહ્યું કે હું સમગ્ર દેશવાસીઓનો આભાર માનું છું. હું ખૂબ નસીબદાર છું.
સાક્ષી મલિકે કહી આ વાત
રેસલર સાક્ષી મલિકે કહ્યું, 'વિનેશે દેશ માટે જે કર્યું છે તે બહુ ઓછા લોકો કરી શકે છે. તેમને વધુ આદર અને પ્રશંસા મળવી જોઈએ. તેણે મેડલ માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. વિનેશ પેરિસમાં મેડલ ચૂકી ગઈ હતી. ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું, જે બાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ વિનેશે તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલને પણ અપીલ કરી હતી, પરંતુ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલે તેની અપીલ ફગાવી દીધી હતી. મેડલ ન જીતવાથી દુઃખી વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ તેની ત્રીજી ઓલિમ્પિક હતી.









