T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સૂર્યકુમાર યાદવે લીધેલો કેચ દરેક ક્રિકેટ પ્રેમીઓને યાદ જ હશે. કારણ કે આ કેચનો ભારતને T20 વર્લ્ડ કપ વિજેતા બનાવવામાં મોટો ફાળો હતો. ત્યારે હવે સેમ ટુ સેમ આ રીતે જ પાકિસ્તાનના ખેલાડીએ કેચ કરવાનો પ્રયાસ કર્યો તો જાણો કેવા હાલ થયા. મહત્વનું છે કે પાકિસ્તાનના ખેલાડી સેમ અયુબે આવો કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો.
એરિયલ શૉટ ફટકાર્યો અને..
ચેમ્પિયન્સ ODI કપમાં રમાયેલી ડોલ્ફિન્સ વર્સિસ પેન્થર્સ મેચ વખતની આ ઘટના છે. પ્રથમ બેટિંગ કરતા પેન્થર્સે નિર્ધારિત 50 ઓવરમાં 329 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જ્યારે ડોલ્ફિન્સ ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી તો 18મી ઓવરમાં મોહમ્મદ અખ્લાકને ઉસામા મીરના બોલ પર લોંગ ઑફની દિશામાં એરિયલ શોટ ફટકાર્યો હતો.
સૂર્યકુમાર યાદવ સાથે કરી સરખામણી પણ
લોન્ગ ઑફ પર પેન્થર્સના સૈમ અય્યૂબ ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને બોલ તેના પકડથી દૂર ન હતી. તેમણે કેચ પકડી લીધો હતો. પરંતુ તેના બોડીનું સંતુલન ન જળવાયું. જેથી તે ડગમગવા લાગ્યો હતો. આ કેચને ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના કેચ સાથે જોડવામાં આવી રહ્યો છે. ડેવિડ મિલરે પણ લોંગ ઓફ તરફ શોટ કર્યો હતો, પરંતુ સૂર્યકુમાર યાદવે દોડીને કેચ કમ્પ્લ્ટિ કર્યો હતો.
યુઝર્સે કર્યો ટ્રોલ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો. જે જોઇને લોકો પાકિસ્તાનનો સૂર્ય કુમાર યાદવ એવુ કહેવા લાગ્યા હતા. પરંતુ કેચ છોડી દેતા યુઝર્સે બરાબરનો ટ્રોલ કર્યો હતો. એક યુઝર્સે તો કહી દીધુ કે પાકિસ્તાનના ફિલ્ડર આવા પણ હોય છે જે પોતાની ટીમને બદલે વિપક્ષી ટીમને વધારે મદદગાર હોય છે.