• એશિયા કપ 2033માં ભારતીય ટીમની જીત
  • ભારત સતત 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યું
  • વિરાટ કોહલી અને ઈશાન કિશને કરી એકબીજાની કોપી

એશિયા કપ 2023નો ખિતાબ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માની નૈતૃત્વવાળી ભારતીય ટીમે ખિતાબી મેચમાં મેજબાન શ્રીલંકાને સરળતાથી હરાવ્યું છે. દાશુન શનાકાની ટીમને ફાઈનલ મેચમાં 10 વિકેટે હાર મળી છે, ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી અને ઈશાન કિશન જોવા મળી રહ્યા છે. આ વીડિયો ભારત-શ્રીલંકા ફાઈલ મેચ બાદનો છે.

ઈશાન કિશને વિરાટ કોહલીની કરી કોપી

[[$googlead]]

એશિયા કપની ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવ્યા બાદ વિરાટ કોહલી, ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને વિરાટ કોહલીની કોપી કરવી શરૂ કરી હતી. જેથી પાસે ઉભેલા ખેલાડીઓ પોતાનું હાસ્ય રોકી શક્યા નહતા.

[[$alsoread]]

વિરાટ કોહલીએ ઈશાન કિશનને આપ્યો જવાબ

ઈશાન કિશનના કોપી કર્યા બાદ વિરાટ કોહલીએ પણ ઈશાન કિશનની ચાલની કોપી કરી હતી. અત્યારે સોશિયલ મીડિયા પર કોહલી અને ઈશાનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યૂઝર્સ પણ આ વાયરલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે.

  • Follow us on: