- વિરાટ કોહલીએ ગુજરાત સામે શાનદાર ઈનિંગ રમી
- કોહલીએ 44 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા
- વિરાટ કોહલીએ IPL 2024માં 500 રન પૂરા કર્યા
IPL 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટને 44 બોલમાં 6 ફોર અને 3 સિક્સરની મદદથી 70* રન બનાવ્યા હતા. હવે આ અણનમ ઇનિંગ સાથે વિરાટ કોહલીએ બેંગલુરુના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
વાસ્તવમાં, ગુજરાત વિરૂદ્ધ રમાયેલી મેચમાં કોહલીએ એબી ડી વિલિયર્સને સિક્સરની બાબતમાં પાછળ છોડ્યો હતો. કોહલીએ હવે IPLમાં 254 સિક્સર પૂરી કરી લીધી છે. ડી વિલિયર્સે તેની IPL કરિયરમાં 251 સિક્સર ફટકારી હતી. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા 275 સિક્સર સાથે બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં કોહલી તેનો રેકોર્ડ પણ તોડી શકે છે. આ યાદીમાં ક્રિસ ગેલ નંબર વન પર છે. ગેલે તેની IPL કરિયરમાં 357 સિક્સર ફટકારી છે.













