• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
  • જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

આજે IPL 2024ની 19મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં વિરાટ કોહલી ઈતિહાસ રચી શકે છે. આ માટે તેને માત્ર 34 રનની જરૂર છે. વિરાટ કોહલીના વર્તમાન ફોર્મને જોતા આ ટાર્ગેટ પણ આસાન લાગે છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં તેણે 2 ફિફ્ટી ફટકારી છે.

વિરાટે IPLમાં સૌથી વધુ રન બનાવ્યા

વિરાટ કોહલી IPLમાં અત્યાર સુધી 241 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 233 ઇનિંગ્સમાં 37.7ની એવરેજ અને 130.29ની સ્ટ્રાઇક રેટથી 7466 રન બનાવ્યા છે. લીગમાં વિરાટ કોહલીએ 52 ફિફ્ટીની સાથે 7 સદી ફટકારી છે. તે IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જો વિરાટ કોહલી આજે 34 રન બનાવશે તો તે IPLમાં 7500 રન પૂરા કરશે. આવી સ્થિતિમાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 7500 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની જશે.

IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • વિરાટ કોહલી: 7466 રન
  • શિખર ધવનઃ 6755 રન
  • ડેવિડ વોર્નર: 6545 રન
  • રોહિત શર્માઃ 6280 રન
  • સુરેશ રૈના: 5528 રન

IPL 2024માં વિરાટનું પ્રદર્શન

IPL 2024માં વિરાટ કોહલીના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 4 મેચમાં 67.67ની એવરેજ અને 140.97ની સ્ટ્રાઈક રેટથી 203 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 2 ફિફ્ટી ફટકારી છે. કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ સામેની બીજી મેચમાં વિરાટે 49 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. કિંગ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 59 બોલમાં 83 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત છેલ્લી મેચમાં વિરાટે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 22 રન બનાવ્યા હતા.

  • Follow us on: