• પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરના મતે કહોલી 2027નો વર્લ્ડકપ રમશે
  • કોહલીમાં ઘણી ફિટનેસ હોવાથી 38 વર્ષ સુધી રમી શકશે- સલમાન બટ્ટ
  • વર્લ્ડકપ 2023માં રોહિત અને કોહલીનું શાનદાર પ્રદર્શન

પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટનું માનવું છે કે વિરાટ કોહલીની ફિટનેસ એટલી સારી છે કે તે 2027માં યોજાનાર વર્લ્ડકપમાં પણ રમી શકે છે. સલમાન બટ્ટના મતે વિરાટ અત્યારે 34 વર્ષનો છે અને 2027ના વર્લ્ડ કપ સુધીમાં તેની ઉંમર 38 વર્ષ થઈ જશે અને આવી સ્થિતિમાં તે ત્યાં સુધી રમી શકે છે.

વાસ્તવમાં વર્લ્ડ કપ 2023ની સમાપ્તિ બાદ વિરાટ કોહલીના ભવિષ્યને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. વિરાટ કોહલી હજુ કેટલા વર્ષ રમશે, આ સવાલ દરેકના મનમાં છે. કોહલી આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

વિરાટ કોહલીમાં ઘણી ફિટનેસ છે - સલમાન બટ્ટ

સલમાન બટ્ટના મતે વિરાટ કોહલી વર્લ્ડ કપ 2027નો ભાગ બની શકે છે. તેની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન તેણે કહ્યું,વિરાટ કોહલી અત્યારે જેટલો ફીટ છે અને જે જુસ્સા સાથે તે રમે છે, મને એવું કોઈ કારણ દેખાતું નથી કે તે આગામી ચાર વર્ષ સુધી રમી શકશે નહીં. તેની પાસે જે પ્રકારની ફિટનેસ છે, તે ચોક્કસપણે 38 વર્ષ સુધી રમી શકે છે.

નહેરાએ કોહલી અને રોહિત અંગે પ્રતિક્રિયા આપી

હાલમાં જ પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ આગામી T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના રમવા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં આવતા વર્ષે T20 વર્લ્ડ કપમાં રમવાની પૂરી ક્ષમતા છે. નેહરાના કહેવા પ્રમાણે, બંને ખેલાડીઓ T20 માં રન બનાવી રહ્યા છે અને જ્યાં સુધી તેઓ તેમની નિવૃત્તિની જાહેરાત ન કરે ત્યાં સુધી તેઓ વર્લ્ડકપનો ભાગ નહીં હોય તેવું કશું કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રમાયેલા વનડે વર્લ્ડકપમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું.


  • Follow us on: