• કોહલીને લઇને પાક. ક્રિકેટરે આપ્યું નિવેદન
  • T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ
  • આ પહેલા આફ્રીદીએ પણ સંન્યાસ પર કરી હતી વાત 

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી બાદ હવે પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ વિરાટ કોહલીના સંન્યાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. અખ્તરે કહ્યું કે કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. આ પહેલા શાહિદ આફ્રિદીએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કોહલીને યોગ્ય સમયે સંન્યાસ લેવાની વિનંતી કરી હતી. આ પછી યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો. ફેન્સે આફ્રિદીને આડે હાથ લીધો હતો.

હવે આ પછી 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી પ્રખ્યાત શોએબ અખ્તરે પણ કોહલીની નિવૃત્તિ વિશે વાત કરી છે. અખ્તરે કહ્યું કે જો કોહલી વનડે અને ટેસ્ટ જેવા ફોર્મેટમાં પોતાની કારકિર્દીને લંબાવવા માંગતો હોય તો તેણે ટી20માંથી નિવૃત્તિ લેવી જોઈએ. જો હું તેની જગ્યાએ હોત તો મેં પણ આવું જ કર્યું હોત.

'કોહલી વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઈ શકે છે'

શોએબ અખ્તરે કહ્યું, 'વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તે અન્ય ફોર્મેટમાં તેની કારકિર્દીને લંબાવવા માટે આવું કરી શકે છે. જો હું તેમની જગ્યાએ હોત, તો મેં મારી કારકિર્દી પર લાંબા સમય સુધી ધ્યાન આપ્યું હોત અને તે જ નિર્ણય લીધો હોત.

કોહલીની નિવૃત્તિ પર આફ્રિદીએ શું કહ્યું?

તાજેતરમાં જ શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ચેનલ સમા ટીવીને કહ્યું હતું કે, 'એ સ્તરે ન પહોંચવું જોઇએ જ્યાં તમારે ટીમમાંથી ડ્રોપ કરવું પડે. તેના બદલે, જ્યારે તમે તમારી ટોચ પર હોવ ત્યારે નિવૃત્તિ જાહેર કરવી જોઈએ. જોકે આવું ભાગ્યે જ બને છે. બહુ ઓછા ખેલાડીઓ, ખાસ કરીને એશિયન દેશોના ક્રિકેટરો આવો નિર્ણય લઈ શકે છે, પરંતુ મને લાગે છે કે જ્યારે વિરાટ તે કરશે, ત્યારે તે સારું પ્રદર્શન કરશે અને કદાચ તેની કારકિર્દીનો અંત તે રીતે કરશે જે રીતે તેણે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.'

તેણે આગળ કહ્યું, 'વિરાટે જે રીતે ક્રિકેટ રમી અને તેની કારકિર્દીની શરૂઆત, તેણે સંઘર્ષને પાર કર્યો અને પોતાનું નામ બનાવતા પહેલા સખત મહેનત કરી. તે ચેમ્પિયન છે અને હું માનું છું કે એક એવો તબક્કો આવે છે જ્યારે તમે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા હોવ. આવા સ્ટેજ પર ખેલાડીનું લક્ષ્ય ઊંચાઈ પર સમાપ્ત કરવાનું હોવું જોઈએ.

તાજેતરમાં કોહલીએ 71મી સદી ફટકારી હતી

કોહલીએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 71મી સદી ફટકારી છે. તેણે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે આ સદી ફટકારી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે બીજો ક્રિકેટર બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે પણ 71 જ સદી છે. આ મામલામાં સચિન તેંડુલકર 100 સદી સાથે ટોપ પર છે.

  • Follow us on: