- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સામેલ વિરાટ કોહલી શનિવારે બેંગ્લોર પહોંચ્યો
- વિરાટ કોહલીએ તેના જમણા હાથ પર બીજું ટેટૂ કરાવ્યું છે
- કોહલીએ તેના શરીર પર અગાઉ 11 અલગ-અલગ ટેટૂ ચિતરાવ્યા હતા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સામેલ વિરાટ કોહલી શનિવારે બેંગ્લોર પહોંચ્યો હતો. IPL 2023 માટે પોતાની ટીમ સાથે જોડાયેલા વિરાટ કોહલીએ વધુ એક નવું ટેટૂ ચિતરાવ્યું છે. તેણે તેના જમણા હાથ પર બીજું ટેટૂ કરાવ્યું છે. આ ટેટૂ બધાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વિરાટ કોહલી RCB ટીમ સાથે પ્રેક્ટિસ કરતા પહેલા સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં સોનુ નિગમ સહિત અનેક કલાકારોનું પ્રદર્શન જોવા મળશે. રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે, જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વિરાટ કોહલી શનિવારે શહેરમાં નવા અવતારમાં આવ્યો હતો. તેણે પોતાના જમણા હાથ પર નવું ટેટૂ ચિતરાવ્યું છે.
વિરાટના શરીર પર ઘણા ટેટૂ છે
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીને ટેટૂ કરાવવાનો શોખ છે, તેના શરીર પર પહેલાથી જ ઘણા ટેટૂ બનેલા છે. કોહલીએ તેના શરીર પર અગાઉ 11 અલગ-અલગ ટેટૂ ચિતરાવ્યા હતા. આ તેનું 12મું ટેટૂ છે જે તેણે પોતાના જમણા હાથ પર ચિતરાવ્યું છે.
RCBની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સાથે
ફાફ ડુપ્લેસિસની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની IPL સિઝન 16માં પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. 2 એપ્રિલે આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ પછી, બીજી મેચ 6 એપ્રિલે KKR સાથે થશે.
RCB સ્ક્વોડમાં સામેલ ખેલાડીઓ
ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), રાજન કુમાર, રજત પાટીદાર, સુયશ પ્રભુદેસાઈ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, વાનિન્દો હસરાંગા, અનુજ રાવત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), ફિન એલન (વિકેટ-કીપર), આકાશ દીપ, અવિનાશ સિંહ, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, હિમાંશુ શર્મા, જોશ હેઝલવુડ, કરણ શર્મા, મનોજ ભડગે, મોહમ્મદ સિરાજ, રઈસ ટપ્લેસ, સિદ્ધાર્થ કૌલ, આર. સોનૂ યાદવ.









