• વર્લ્ડકપની ટ્રોફી ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં મેગા રોડ શો યોજ્યો
  • વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી
  • ફેન્સે વંદે માતરમના ગુંજ સાથે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ નિહાળી

T20 વર્લ્ડકપની ટ્રોફી સાથે ભારત પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી. 4 જુલાઈના રોજ ટીમ ઈન્ડિયાએ સૌપ્રથમ મુંબઈમાં મેગા રોડ શો યોજ્યો હતો, ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વાનખેડે સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સે વંદે માતરમના ગુંજ સાથે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ નિહાળી હતી.


તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા મેદાનમાં ફરતા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી આગળ હતા.

વિરાટ-હાર્દિકે ચાહકોમાં ઉત્સાહ ભર્યો

ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં ત્રિરંગો લઈને અને વંદે માતરમ ગાતા પરેડ કરી હતી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ખૂબ જોરથી વંદે માતરમ ગાતા હતા. આ બંનેનો ઉત્સાહ જોઈને સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકો પણ ઉત્સાહથી ભરાઈ ગયા હતા. આ દરમિયાન વિરાટ અને હાર્દિકે અલગ જ માહોલ સર્જ્યો હતો.


હાર્દિક પર ફેંક્યું ટી-શર્ટ

જ્યારે તમામ ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમમાં વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા ત્યારે કોઈએ હાર્દિક તરફ શર્ટ ફેંક્યો હતો. જોકે, આ શર્ટ પંડ્યાએ પકડીને નીચે ફેંકી દીધો હતો. આ દરમિયાન હાર્દિકની પાછળ હાજર જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ હસવાનું રોકી શક્યા ન હતા.


હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. IPL 2024 દરમિયાન આ ગ્રાઉન્ડ પર હાર્દિકને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ જ ગ્રાઉન્ડ પર હાર્દિકને ચાહકોએ પણ ચીયરઅપ કર્યો હતો. સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકો દિલથી બૂમો પાડી રહ્યા હતા.

  • Follow us on: