- વિરાટ કોહલીને તેના પ્રદર્શનને કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો
- કોહલીના ખરાબ પ્રદર્શન છતાં તેની ફેન ફોલોઇંગમાં કોઈ અસર નથી થઈ
- કોહલીનું વિકિપીડિયા પેજ સૌથી વધુ સર્ચ કરવામાં આવતું પેજ બની ગયું છે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનને કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેના ફેન ફોલોઈંગમાં કોઈ પણ પ્રકારની કમી નથી. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનું રાજ દુનિયાના અન્ય ખેલાડીઓ કરતા વધારે જોવા મળે છે. વિકિપીડિયા પેજની બાબતમાં પણ કોહલીએ બાકીના ખેલાડીઓને ખૂબ પાછળ છોડી દીધા છે. વિશ્વ ક્રિકેટમાં અન્ય ખેલાડીઓની સરખામણીમાં વિરાટ કોહલીનું વિકિપીડિયા પેજ સૌથી વધુ સર્ચ કરવામાં આવતું પેજ બની ગયું છે. કોહલી હાલમાં ભારતીય ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમને 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં 2 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમવાની છે.
વેસ્ટ ઈન્ડિઝમાં વિરાટ કોહલીના ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધી બેટ અપેક્ષા મુજબ બોલતું જોવા મળ્યું નથી. કોહલીએ અત્યાર સુધી 9 ટેસ્ટ મેચની 13 ઇનિંગ્સમાં 35.61ની એવરેજથી 463 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 2 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોહલીએ 14 ટેસ્ટમાં 43.26ની એવરેજથી કુલ 822 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 5 અડધી સદી સામેલ છે.
કોહલી WTCની નવી સિઝન વધુ સારી રીતે શરૂ કરવા ઈચ્છશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝન વિરાટ કોહલી માટે બેટથી ખાસ કંઈ ન હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અમદાવાદ ટેસ્ટમાં કોહલીના બેટથી સદી ચોક્કસપણે જોવા મળી. જોકે, તે સિવાય તે ટેસ્ટમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. આ કારણે ટેસ્ટમાં કોહલીની એવરેજ પણ ઘટીને 50 થઈ ગઈ છે. હવે વિરાટ કોહલી WTCની નવી સિઝન વધુ સારી રીતે શરૂ કરવા માગે છે. કોહલીની વર્તમાન ટેસ્ટ એવરેજ 48.73 છે.