વિરાટ કોહલી કારકિર્દીની શરૂઆતથી જ એક વ્યાવસાયિક બેટ્સમેન છે. તેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11,000 થી વધુ રન છે અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રનનો આંકડો પાર કર્યો છે. કોહલી રનના મામલામાં ઈતિહાસના મહાન બેટ્સમેનોમાંનો એક છે, પરંતુ તે ઘણી વખત બોલિંગમાં પણ હાથ અજમાવતો જોવા મળ્યો છે. વિરાટ કોહલીના નામે આંતરરાષ્ટ્રીય મેચોમાં 9 વિકેટ છે અને આ સિવાય તેણે IPLમાં પણ પોતાની બોલિંગથી તબાહી મચાવી છે.


કોહલીએ લીધી છે 4 વિકેટ

વિરાટ કોહલીએ તેની IPL કરિયરમાં 252 મેચ રમી છે, જેમાં તેના નામે 8,004 રન છે. આ સિવાય તેણે IPL ઈતિહાસમાં અંદાજે 42 ઓવર પણ ફેંકી છે, જેમાં તેણે 4 વિકેટ પણ પોતાના નામે કરી છે. તેણે બ્રેન્ડન મેક્કુલમ, રવિ તેજા, રિદ્ધિમાન સાહા અને ચમારા સિલ્વાને એક-એક વખત આઉટ કર્યા છે. કોહલીએ છેલ્લે વર્ષ 2011માં IPLમાં વિકેટ લીધી હતી. એ પણ નોંધનીય છે કે વિરાટ કોહલીએ 2016 પછી ક્યારેય IPLમાં બોલિંગ કરી નથી.

IPLમાં એમએસ ધોનીનો બોલિંગ રેકોર્ડ

વિરાટ કોહલી ઉપરાંત, એમએસ ધોની પણ એવા કેટલાક ક્રિકેટરોમાંથી એક છે જે 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગનો અભિન્ન ભાગ છે. ધોની વિકેટકીપર હોવાથી અને સામાન્ય રીતે વિકેટકીપર બોલિંગ કરતો નથી. તેમ છતાં, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વિકેટ લીધી છે, જે તેણે એક ODI મેચમાં લીધી હતી. પરંતુ આ ચોંકાવનારી હકીકત છે કે ધોનીએ તેની IPL કરિયરમાં ક્યારેય બોલિંગ કરી નથી. તેના બેટિંગ રેકોર્ડ પર નજર કરીએ તો ધોનીએ 264 મેચમાં 5,243 રન બનાવ્યા છે.

ધોનીએ ક્યારેય બોલિંગ નથી કરી, પરંતુ ભારતની ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા ચોક્કસપણે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પોતાને બોલર માનતા હતા. તેણે IPLમાં અત્યાર સુધીમાં કુલ 15 વિકેટ લીધી છે અને તે છેલ્લે 2021માં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

  • Follow us on: