- ભારતીય ટીમે 2 ફેબ્રુઆરીએ નાગપુર જવા માટે ફ્લાઇટ લીધી
- વિરાટ કોહલી-કેએલ રાહુલ એરપોર્ટ પર થયા સ્પોટ
- સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારત પહોંચી ચૂકી છે. કાંગારૂ ટીમે બેંગલુરુમાં તેનો પાંચ દિવસનો કેમ્પ લગાવ્યો છે, જે 6 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ પછી મુલાકાતી ટીમ નાગુપર જવા રવાના થશે. બીજી તરફ ભારતીય ટીમે 2 ફેબ્રુઆરીએ નાગપુર જવા માટે ફ્લાઇટ લીધી છે.

કોહલી-રાહુલ એરપોર્ટ પર થયા સ્પોટ
વિરાટ કોહલી અને કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમવા નાગપુર જવા રવાના થયા હતા. બંને એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, બંનેએ નાગપુર જવા માટે ફ્લાઈટ લીધી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જગ્યા બનાવવા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 2020-21માં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, તેથી આ વખતે પણ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ ટ્રોફી જીતવા પ્રયાસ કરશે.

પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ પર આધાર રાખીને), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.









