• T20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન
  • બ્રાન્ડ વેલ્યૂ મામલે કોહલીએ શાહરૂખને પાછળ છોડ્યો
  • મહેન્દ્ર સિંહ ધોની પણ આ યાદીમાં શામેલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું આ વખતે T20 વર્લ્ડકપ 2024માં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ ચાહકો અને ટીમ હવે સુપર-8 મેચમાં કોહલી પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. આ દરમિયાન વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ વધી છે. જે બાદ કોહલીએ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધો છે. સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટમાં કોહલીએ સૌથી મોટો ઉછાળો માર્યો છે.

વિરાટની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધી

રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં આ વર્ષે 28.9 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કોહલીએ તેની બ્રાન્ડ વેલ્યુમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વર્ષ 2023માં કોહલીની બ્રાન્ડ વેલ્યુ 227.9 મિલિયન ડોલર હતી.


2023માં કોહલીનું શાનદાર પ્રદર્શન

વર્ષ 2023 વિરાટ કોહલી માટે શાનદાર વર્ષ હતું. કોહલીએ વર્લ્ડકપમાં જે રીતે બેટિંગ કરી, તેણે રેકોર્ડ તોડ્યા. કોહલીને ICC ODI પ્લેયર ઓફ ધ યર 2023 નો એવોર્ડ પણ મળ્યો હતો. વર્ષ 2023માં વિરાટ કોહલીએ 126 મિલિયન ડોલર એટલે કે 1050 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કોહલી ભારતના બીજા સૌથી અમીર ખેલાડી છે. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ હવે 1901 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

શાહરૂખ ખાન અને રણવીર સિંહને પાછળ છોડ્યો

વિરાટ કોહલી હવે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને શાહરૂખ ખાન કરતાં પણ આગળ નીકળી ગયો છે. 2023ના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ $203.1 મિલિયન હતી, જ્યારે શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યુ $120.7 મિલિયન હતી. આ સિવાય ધોનીએ 95.8 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આ યાદીમાં એક સ્થાનનો ફાયદો થયો છે. આ સિવાય ભૂતપૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર 91.3 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે 8માં સ્થાને છે.

  • Follow us on: