• RCBની સિઝનની શરૂઆત ખુબ જ નિરાશાજનક રહી હતી
  • RCBએ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો
  • ડી વિલિયર્સે જણાવ્યું કે ટીમને ક્યાં કામ કરવાની જરૂર છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે IPLની આ સિઝનની શરૂઆત ખુબ જ નિરાશાજનક રહી હતી. RCBએ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, બેંગલુરૂ માત્ર 1 મેચ જીતી શકી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે કહ્યું કે ટીમને ક્યાં કામ કરવાની જરૂર છે. એબી ડી વિલિયર્સના મતે બેંગલુરૂના તમામ ખેલાડીઓએ યોગદાન આપવું પડશે. આ સિવાય વિરાટ કોહલી માટે મધ્ય ઓવરોમાં ક્રિઝ પર હોવું મહત્વપૂર્ણ છે.

'ફાફ ડુ પ્લેસિસે જોખમ લેવું જોઈએ...'

એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે મને વિશ્વાસ છે કે વિરાટ કોહલી સારૂ પ્રદર્શન કરશે. મધ્ય ઓવરોમાં વિરાટ કોહલી માટે ક્રીઝ પર રહેવું મહત્વપૂર્ણ છે. વિરાટ કોહલી પ્રથમ 6 ઓવરમાં રમતનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. ફાફ ડુ પ્લેસિસે જોખમ લેવું જોઈએ, પરંતુ વિરાટ કોહલીએ 15મી ઓવર સુધી ક્રિઝ પર રહેવું પડશે. આ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના બાકીના ખેલાડીઓએ પોતાનું 100 ટકા આપવું પડશે. ડી વિલિયર્સે અત્યાર સુધીની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના પ્રદર્શન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

RCB કમબેક કરશે

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે સીઝનની શરૂઆત સારી રહી નથી, અત્યાર સુધી RCBએ પ્રથમ 4 મેચમાંથી 3 માં હારનો સામનો કરવો પડ્યો છે. ડી વિલિયર્સનું માનવું છે કે આ ઘણી ખરાબ શરૂઆત નથી. આ બહુ સારી શરૂઆત નથી અને બહુ ખરાબ પણ નથી. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ વચ્ચે છે, આ ટીમને આગામી 1-2 મેચ જીતવી જરૂરી છે. મને આશા છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આ કરવામાં સફળ રહેશે. તમને જણાવી દઈએ કે RCB 4 મેચમાં 2 પોઈન્ટ સાથે 8 માં સ્થાને છે.

  • Follow us on: