• વિરાટ કોહલી અંગત કારણોસર સિરીઝની પ્રથમ બે મેચમાંથી બહાર
  • કેટલાક એહેવાલ અનુસાર વિરાટ કોહલીની માતાની તબિયત ખરાબ
  • કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સામાચારોને નકારી કાઢ્યા

આ દિવસોમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝની પ્રથમ મેચ હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અંગત કારણોસર સિરીઝની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીની માતા બીમાર છે જેના કારણે તેણે પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડશે કારણ કે તેને તેની માતા સાથે રહેવાનું છે. હવે તેના ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેની માતાના ખરાબ સ્વાસ્થ્યના સમાચારને અફવા ગણાવી છે.

વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી

વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, હું છેલ્લા ઘણા દિવસોથી મારી માતાની ખરાબ તબિયતને લઈને ઘણા સમાચારો જોઈ રહ્યો છું. આ અંગે હું તમને કહેવા માંગુ છું કે મારી માતા બિલકુલ ઠીક છે. મારી માતાની ખરાબ તબિયત અંગે ચાલી રહેલા તમામ સમાચાર ખોટા છે. હું દરેકને વિનંતી કરું છું કે જ્યાં સુધી તમારી પાસે સંપૂર્ણ માહિતી ન હોય ત્યાં સુધી આવા સમાચાર ન ફેલાવો.

વિરાટ ત્રીજી ટેસ્ટ મેચમાં કરી શકે છે વાપસી

વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચ પણ રમી શકશે નહીં. જે બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે વિરાટ હવે ત્રીજી મેચમાં વાપસી કરી શકે છે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને વિરાટ કોહલીની ખોટ વર્તાઈ હતી. ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 231 રન બનાવી શકી ન હતી. આ સિવાય સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ વિરાટ કોહલીને ખૂબ મિસ કરતા હતા. ઘણા દર્શકો સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામની જર્સી પહેરીને બેઠા હતા.

  • Follow us on: