રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 માટે રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. છેલ્લી સીઝન એટલે કે IPL 2024માં ફાફ ડુ પ્લેસિસે ટીમનું નેતૃત્વ કર્યું હતું. અગાઉ ચર્ચા હતી કે વિરાટ કોહલીને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. ટીમે પાટીદારને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય કર્યો છે. રજત પાટીદાર 2021માં RCBમાં જોડાયો હતો. અને તે હવે ટીમનો મહત્ત્વનો ભાગ છે.


નવા કેપ્ટન સાથે RCBની નવી શરૂઆત

IPL 2025ની શરૂઆત પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક મોટો ફેરફાર કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL ના નવા કેપ્ટનની પુષ્ટિ કરી છે. રજત પાટીદાર ટીમના નવા કેપ્ટન બન્યા છે. અગાઉ, આ પદ માટે સૌથી આગળ વિરાટ કોહલી હતા, જેમણે 2013 થી 2021 સુધી ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું. તે IPL 2023 માં ત્રણ મેચ માટે કેપ્ટન પણ હતો. રજત પાટીદાર 2021થી RCB સાથે છે અને નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા તેમના ત્રણ રિટેન ખેલાડીઓમાંના એક હતા. 31 વર્ષીય પાટીદારે 2024-25ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીની સીઝનમાં તેમની રાજ્ય ટીમ મધ્યપ્રદેશનું નેતૃત્વ કર્યું હતું.

કોહલીથી ફાફ ડુ પ્લેસિસ સુધી

વિરાટ કોહલી 2013 થી 2021 દરમિયાન RCB ના કેપ્ટન હતા. તેમના પછી, ફાફ ડુ પ્લેસિસે કમાન સંભાળી. પરંતુ RCB એ ગયા વર્ષના મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો, જે 2022 થી 2024 સુધી તેમના કેપ્ટન હતા. 40 વર્ષીય ડુ પ્લેસિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. રજત પાટીદાર RCBના 8મા કેપ્ટન બનશે. આ પહેલા રાહુલ દ્રવિડ, કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસ ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.

હરાજી પહેલા RCB દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓમાં રજત પાટીદારનો સમાવેશ થાય છે. તેમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશનું નેતૃત્વ કરવાનો અનુભવ છે. પાટીદારે મધ્યપ્રદેશને SMT 2024/25 ફાઇનલમાં પહોંચાડ્યું હતુ. જ્યાં ટીમ મુંબઈ સામે 5 વિકેટથી હારી ગઈ હતી. તે અજિંક્ય રહાણે પછી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે 10 મેચમાં 61.14ની સરેરાશ અને 186.08ના સ્ટ્રાઇક રેટથી 428 રન બનાવ્યા હતા. 

  • Follow us on: