- ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝ રમાશે
- વરસાદના કારણે પહેલા દિવસે પ્રેક્ટિસ મેચ રદ્દ થઈ હતી
- પ્રેક્ટિસ રદ્દ થયા બાદ તમામ ખેલાડીઓ ડોમિનિકામાં ફરવા ગયા હતા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા ડોમિનિકામાં પ્રેક્ટિસ કરી રહી છે. જોકે, વરસાદના કારણે પહેલા દિવસે પ્રેક્ટિસ થઈ શકી ન હતી. આ દરમિયાન તમામ ખેલાડીઓ ડોમિનિકા ફરવા ગયા હતા. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ડોમિનિકામાં છે. તે અને અનુષ્કા દરિયા કિનારે ફરવા ગયા હતા.
કોહલી અને અનુષ્કાએ તેના ફોટા શેર કર્યા છે
ભારતીય ક્રિકેટ ટીમ 1 જુલાઈથી બાર્બાડોસમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ ટીમ ગયા શુક્રવારે બાર્બાડોસથી ડોમિનિકા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે કોહલી ઈંગ્લેન્ડમાં WTC ફાઈનલ બાદ પરિવાર સાથે રજાઓ પર ગયો હતો. તે ઈંગ્લેન્ડમાં હતો, જ્યાં અનુષ્કા શર્માની ફિલ્મનું શૂટિંગ પણ થવાનું હતું. બંને ત્યાંથી સીધા બાર્બાડોસ પહોંચ્યા હતા. શુક્રવારે ટીમ સાથે ડોમિનિકા પહોંચ્યા બાદ જ્યારે વરસાદના કારણે પ્રેક્ટિસ રદ કરવામાં આવી ત્યારે તે ફરવા નીકળી ગયા હતા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બહાર ફરવા ગયા હતા
પ્રેક્ટિસ રદ્દ થયા બાદ તમામ ખેલાડીઓ ડોમિનિકામાં ફરવા ગયા હતા. વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ બીચનો એક સુંદર ફોટો શેર કર્યો છે. વિરાટ કોહલીએ પણ આ જ દરિયા કિનારેનો ફોટો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. ફોટોમાં વિરાટ ગ્રે શોર્ટ્સ અને બ્લેક વેસ્ટ પહેરેલો જોવા મળ્યો હતો. ગ્રે રાઉન્ડ હેટ પહેરીને કોહલી શાનદાર લાગતો હતો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ 12 જુલાઈથી શરૂ થશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. ભારતમાં આ નાઇટ ટેસ્ટનો અંત સવારે 3 વાગ્યાની આસપાસ થશે. બીજી ટેસ્ટ પણ આ જ સમયે રમવાની છે. ટેસ્ટ સીરિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ અહીં 3 મેચની ODI અને પછી 5 મેચની T20 સીરિઝ રમશે.