- સુરતના એક બિઝનેસમેને કોહલીને હિરાનું બેટ ગિફ્ટ કરવાનું નક્કી કર્યું
- આ બેટ 15 મીટર લાંબું અને 5 મીટર પહોળું હશે જેની કિંમત 10 લાખ રૂપિયા હશે
- કોહલીને લેબમાં બનાવેલ હીરા નહીં પણ કુદરતી હીરાથી બનેલું બેટ આપશે
વિરાટ કોહલી વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેની ફેન ફોલોઈંગ પણ ગજબની છે. વિરાટ કોહલીને લઈને લોકોનો ક્રેઝ ઘણો વધારે છે અને હાલમાં જ વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. સુરતના એક બિઝનેસમેને કોહલીને બેટ ગિફ્ટ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ આ કોઈ સામાન્ય બેટ નથી પરંતુ લાખો રૂપિયાની કિંમતનું બેટ છે. એક અહેવાલ મુજબ આ બેટ હીરાનું છે. સુરતના ઉદ્યોગપતિએ કોહલીને ડાયમંડ બેટ ગિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
કોહલીને આપવામાં આવનાર આ બેટ 1.04 કેરેટ ઓરિજિનલ ડાયમંડનું હશે. આ બેટ 15 મીટર લાંબું અને પાંચ મીટર પહોળું હશે જેની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ડાયમંડ ટેક્નોલોજી એક્સપર્ટ અને લેક્સસ સોફ્ટમેક કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રી આ બેટ બનાવવાની પ્રક્રિયાની દેખરેખ રાખશે.











