ભારતીય ક્રિકેટ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતી અહલાવત વચ્ચે છૂટાછેડાના સમાચાર છે. એવા સમાચાર છે કે 20 વર્ષ જૂના લગ્નજીવનમાં તિરાડ પડી ગઈ છે. 2004 માં લગ્ન કરનાર આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જેનાથી છૂટાછેડાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.


વીરેન્દ્ર અને આરતીને છે બે પુત્રો

પોતાની વિસ્ફોટક બેટિંગ સ્ટાઈલ માટે જાણીતા વીરેન્દ્ર અને આરતીને બે પુત્રો છે - આર્યવીર, જેનો જન્મ 2007 માં થયો હતો અને વેદાંત, જેનો જન્મ 2010 માં થયો હતો. તેમના 20 વર્ષ જૂના લગ્નજીવનમાં તાજેતરની ઘટનાઓ તેમની વચ્ચે વધતા અંતરનો સંકેત આપે છે. દિવાળીની ઉજવણી દરમિયાન, વીરેન્દ્રએ સોશિયલ મીડિયા પર તેના પુત્રો અને તેની માતા સાથેની તસવીરો શેર કરી, પરંતુ આરતી ક્યાંય દેખાઈ નહીં.

બે અઠવાડિયા પહેલા, વીરેન્દ્ર સેહવાગે પલક્કડમાં વિશ્વ નાગાયક્ષી મંદિરની મુલાકાત લીધી હતી અને તેના ફોટા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. પરંતુ આ પોસ્ટમાં આરતીનો પણ કોઈ ઉલ્લેખ ન હતો, જે તેમના સંબંધોમાં તણાવ દર્શાવે છે. ક્રિકેટ આઈકોનએ હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ આ કપલના જાહેરમાં અલગ થવાનો મુદ્દો તેમના ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

સેહવાગે 2015માં ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

તમને જણાવી દઈએ કે વીરેન્દ્ર સેહવાગે 2015 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે ઘણી ક્રિકેટ લીગમાં રમતો જોવા મળ્યો છે. તેમને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીના ડોપિંગ વિરોધી અપીલ પેનલના સભ્ય તરીકે સેવા આપી છે. આ ઘટનાક્રમ વચ્ચે તેમનું અંગત જીવન, જે મોટાભાગે ખાનગી રહ્યું છે.

આનાથી ફેન્સમાં છૂટાછેડાની ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો છે. સેહવાગ કે આરતી બંનેમાંથી કોઈએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયા પર એકબીજાને ન જોવાથી ક્રિકેટ ફેન્સને તેમના અલગ થવાની શંકા મજબૂત થઈ રહી છે.


  • Follow us on: