- IPL જોવા હવે પૈસા ચૂકવવા નહીં પડે
- અલગ-અલગ એન્ગલથી ફ્રીમાં તમામ મેચ જોઈ શકાશે
- મેચમાં Big B રમાડશે ક્વિઝ કોન્ટેસ્ટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન 31 માર્ચથી શરૂ શઈ રહી છે. તેમાં રિલાયન્સે તાજેતરમાં જ માહિતી આપી હતી કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 આઇપીએલ જીયો સિનેમાંપર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 31 માર્ચથી શરૂ થશે. IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેનઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
JioPhone વપરાશકર્તાઓ માટે IPL 2023 મફતમાં
તમામ IPL મેચો 4K રિઝોલ્યુશન (UltraHD)માં ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી દેશમાં માત્ર ડિઝની + હોટસ્ટાર પર જ આઈપીએલસ્ટ્રીમ થતી હતી અને મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી હતું. FIFA વર્લ્ડ કપ 2022 મલ્ટિકેમ સુવિધાની જેમ, JioCinema પરના વપરાશકર્તાઓ પણ તમામ 74 મેચો દરમિયાન બહુવિધ કેમેરા એંગલ વચ્ચે સ્વિચ કરી શકશે. JioPhone વપરાશકર્તાઓ IPL 2023 મફતમાં જોઈ શકે છે કારણ કે JioCinema સપોર્ટ આ ફીચર ફોનમાં પહેલેથી જ હાજર છે.
મેચ સ્ટ્રીમિંગ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે
JioCinema યુઝર્સ મેચને 12 ભાષાઓમાં સ્ટ્રીમ કરી શકશે. યુઝર્સ અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી અને ભોજપુરી સહિત અનેક ભાષાઓમાં મેચનો આનંદ માણી શકશે. ભાષાઓ વચ્ચે સ્વિચ કરવાથી માત્ર કોમેન્ટ્રી જ નહીં પરંતુ પસંદ કરેલી ભાષામાં ગ્રાફિક્સ અને આકૃતિઓ પણ બદલાશે. જિયોને ડિજિટલ, સ્ટારને ટીવી રાઇટ્સ જિયોએ IPLના ડિજિટલ મીડિયા રાઈટ્સ 20,500 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જ્યારે સ્ટારે 23,575 કરોડ રૂપિયામાં ટીવી રાઈટ્સ ખરીદ્યા હતા. ભારતની બહાર મીડિયા રાઈટ્સના વેચાણ બાદ BCCIએ કુલ 48,390 કરોડ રુપિયામાં 5 વર્ષ માટે IPL રાઈટ્સ વેચ્યા, એટલે કે એક મેચ માટે BCCIને લગભગ 3 કરોડ મળશે. ટીવી પર યુઝર્સ સ્ટાર સ્પોર્ટ્સ 1 અને 3 પર મેચ જોઈ શકશે, જ્યારે ઈન્ટરનેટ પર જિયો સિનેમા પર પૂરી ટૂર્નામેન્ટ જોઈ શકાશે.