ભારતની સામે વનડે સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં જ્યાં કેટલાક ખેલાડીની વાપસી થઈ છે તો કેટલાક સીનિયર ખેલાડીઓ ટીમથી બહાર કરી દેવાયા છે. તેમાં નિકોલસ પૂરન અને જેસન હોલ્ડર જેવા ખેલાડી છે. તેને ટીમમાં જગ્યા મળી નથી. તો સાથે આઈપીએલ 2023માં ધમાલ મચાવી દેનારા શિમરન હેટમાયરની ટીમમાં વાપસી કરાઈ છે.
કેપ્ટન શાઈ હોપ કરશે વિકેટકીપિંગ
ભારતની સામે વનડે સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમના વિકેટકીપર શાઈ હોપ રહેશે. તો રોવમેન પોવેલ વાઈસ કેપ્ટન રહેશે. આ સિવાય ટીમમાં કેટલાક ઈજાગ્રસ્ત ખેલાડીને પરત લેવાયા છે. તેમાં ફાસ્ટ બોલર જેડન સીલ્સ, લેગ સ્પીનર યાનિક કારિયા અને સ્પિનર ગુડાકેશ મોતી સામેલ છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના ચીફ સિલેક્ટરે કહ્યું કે ઓશાને થોમસ અને શિમરન હેટમાયરની વાપસીને લઈને હું ખુશ છું. બંને પહેલા જ ઈન્ટરનેશનલ સ્તરે રમી ચૂક્યા છે અને બંને ટીમના સેટઅપમાં ફિટ રહેશે. શિમરન ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે. તેમના આવવાથી મિડલ ઓર્ડરને મજબૂતી મળશે.
આવી છે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ કેપ્ટન), એલિક અથાનાજે, યાનિક કૈરિયા, કીસી કાર્ટી, ડોમિનિત ડ્રેક્સ, શિમરન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેંડન કિંગ, કાઈલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડન સીલ્સ, ઓશાને થોમસ, રોમારિયો શેફર્ડ અને કેવિન સિંક્લેયર.
વનડે સીરીઝ માટે જાણો ભારતીય ટીમના ખેલાડીઓ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શાર્દુલ ઠાકુર, આર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.
વનડે સીરીઝનું જાણો શિડ્યુલ
પહેલી વનડે - 27 જુલાઈ - કેંસિંગ્ટન ઓવલ, બારબાડોસ
બીજી વનડે - 29 જુલાઈ - કેંસિંગ્ટન ઓવલ, બારબાડોસ
ત્રીજી વનડે - 1 ઓગસ્ટ - બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ