વેસ્ટ ઈન્ડિઝ બાંગ્લાદેશ સામે ઘરની ધરતી પર 2 ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. આ સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ખેલાડી જેસન હોલ્ડરને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય ઘણા ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. ક્રેગ બ્રાથવેટને ટીમની કમાન સોંપવામાં આવી છે.
ઈજાગ્રસ્ત છે હોલ્ડર
બાંગ્લાદેશ સામેની મેચ માટે જેસન હોલ્ડરની પસંદગી કરવામાં આવી નથી. હાલમાં તે ખભાની ઈજામાંથી બહાર આવ્યો નથી. આ સિવાય અલઝારી જોસેફની ટીમમાં વાપસી થઈ છે. હાલમાં તે ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરીઝ રમી રહ્યો છે. જોસેફ દક્ષિણ આફ્રિકા સિરીઝમાંથી બહાર થયા પહેલા ટીમનો ઉપ-કેપ્ટન હતો, તેના સ્થાને પસંદગીકારોએ જોશુઆ દા સિલ્વાને ઉપ-કેપ્ટન તરીકે પસંદ કર્યા હતા. પરંતુ પસંદગીકારોએ બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે જોશુઆ ડી સિલ્વાને ઉપ-કેપ્ટન તરીકે જાળવી રાખ્યો છે.
બાંગ્લાદેશે પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. નઝમુલ હુસૈન શાંતોને પણ કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે મુશ્ફિકુર રહીમને આ સિરીઝમાં તક આપવામાં આવી નથી. અફઘાનિસ્તાન સામે રમાયેલી 3 મેચની વનડે સિરીઝમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમ
ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જોશુઆ દા સિલ્વા (વાઈસ-કેપ્ટન), એલેક એથનાઝે, કેસી કાર્ટી, જસ્ટિન ગ્રીવ્સ, કેવિમ હોજ, ટેવિન ઇમલાચ, અલઝારી જોસેફ, શમર જોસેફ, મિકાઈલ લુઈસ, એન્ડરસન ફિલિપ, કેમર રોચ, જયડન સીલ્સ, કેવિન સિનકલ , જોમેલ વોરિકન.
બાંગ્લાદેશ ટેસ્ટ ટીમ
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), શાદમાન ઈસ્લામ, મહમુદુલ્લાહ હસન જોય, ઝાકિર હસન, મોમિનુલ હક, માહિદુલ ઈસ્લામ અંકન, લિટન દાસ (વિકેટકીપર), ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, શૌરીફુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ. રાણા, હસન મુરાદ.