- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝમાં અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઈ
- ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલરે વિરાટનું ના રમવાને સિરીઝ માટે શરમજનક ગણાવ્યું
- તેણે અંગત કારણોસર સીરીઝ ન રમવા બદલ વિરાટ કોહલીનું પણ સન્માન કર્યું
ઈંગ્લેન્ડ હાલ ભારતના પ્રવાસે છે. આ સિરીઝમાં અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઈ છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી ગુજરાતના રાજકોટમાં રમાશે. ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી અંગત કારણોસર ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ ઈંગ્લેન્ડના પૂર્વ બોલરે કહ્યું, 'આ શરમજનક બાબત છે.' તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે 28 રને જીતી હતી અને બીજી ટેસ્ટ મેચ ભારતે વિશાખાપટ્ટનમમાં 106 રને જીતી હતી. જે બાદ હવે સિરીઝ 1-1થી બરોબર ચાલી રહી છે. જો કે, જ્યારે વિરાટ કોહલી સીરિઝમાં નહોતો રમ્યો ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલરે તેને સિરીઝ માટે શરમજનક ગણાવ્યું હતું.
વિરાટ કોહલી આખી સિરીઝમાંથી બહાર થયો
વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યો નથી. જે બાદ ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું કે, વિરાટ કોહલીની ગેરહાજરી ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે શરમજનક બાબત છે. વિરાટ એક શાનદાર ખેલાડી છે. મેદાન પર તેનો ઉત્સાહ અન્ય ખેલાડીઓને પ્રેરણા આપે છે. જો કે તેણે અંગત કારણોસર સીરીઝ ન રમવા બદલ વિરાટ કોહલીનું પણ સન્માન કર્યું છે.
‘બેઝબોલ’ દરેક દેશમાં કામ કરે છે
જ્યારે સ્ટુઅર્ટ બ્રોડને બેઝબોલ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે બેઝબોલ રમવાની પદ્ધતિ દરેક દેશમાં કામ કરે છે. મને બેઝબોલ પણ ગમે છે. અમે હૈદરાબાદમાં સારું રમ્યા. તે પહેલા અમે ન્યૂઝીલેન્ડમાં બેઝબોલ સ્ટ્રેટેજી સાથે બેટિંગ કરી હતી. અમે તેમને પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝમાં 3-0થી હરાવ્યાં છે. બેઝબોલ ક્રિકેટ ચાહકોને આનંદ આપે છે. આનાથી ચાહકો રમતનો આનંદ માણી શકે છે. સ્ટુઅર્ટ બ્રોડે બેઝબોલનું ઉદાહરણ આપતા કહ્યું કે જેમ આપણે હૈદરાબાદમાં ભારતને હરાવ્યું અને બીજી તરફ ગાબા ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. બેઝબોલ ક્રિકેટનું આ ખૂબ જ સારું ઉદાહરણ છે.
રાજકોટમાં રમાશે ત્રીજી ટેસ્ટ
જો ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડને હરાવી સિરીઝમાં 2-1થી લીડ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સની નજર પણ તેની બેઝબોલ સ્ટાઈલમાં રાજકોટ ટેસ્ટ જીતીને સિરીઝમાં 1-2થી લીડ લેવા પર હશે.