• IPL 2023માં દિલ્હી કેપિટલ્સની પહેલી જીત બાદ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નર ખૂબ
  • પાંચ મેચમાં બેક ટુ બેક પરાજય બાદ આ જીતથી દિલ્હી કેમ્પમાં ખુશીનો માહોલ
  •  દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે આ જીતનો શ્રેય પોતાના બોલરોને આપ્યો

IPL 2023માં દિલ્હી કેપિટલ્સની પહેલી જીત બાદ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નર ખૂબ જ ખુશ દેખાતા હતા. પાંચ મેચમાં બેક ટુ બેક પરાજય બાદ આ જીતથી દિલ્હી કેમ્પમાં ખુશીનો માહોલ હતો. વોર્નરે આ જીતનો શ્રેય પોતાના બોલરોને આપ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે અમારે બેટિંગમાં ઘણું કામ કરવાની જરૂર છે. વોર્નરે પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું, 'બે પોઈન્ટ મેળવવું શાનદાર હતું. અમને અમારા બોલિંગ યુનિટ પર ખરેખર ગર્વ છે. અમે પાવરપ્લેમાં તેની પાસેથી વિકેટની માગણી કરી અને તેણે આ માગ પૂરી કરી. હા, અમે બેટિંગ દરમિયાન એકસાથે વિકેટ પણ ગુમાવી હતી. અમે આ અંગે એકબીજા સાથે ખૂબ જ પ્રમાણિક છીએ અને જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે તેની ચર્ચા કરીએ છીએ. અત્યારે તો આજની મેચ બરાબર રહી હતી.


આ રીતે પહેલી જીત

દિલ્હી કેપિટલ્સ ગુરુવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં હતી. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીના બોલરોએ કોલકાતાની આખી ટીમને 127 રન સુધી સીમિત કરી દીધી હતી. આ પછી દિલ્હીની ઓપનિંગ જોડીએ પણ સારી શરૂઆત કરી હતી. જોકે દિલ્હીની ટીમ બેક ટુ બેક વિકેટ ગુમાવતી રહી હતી. પરિણામ એ આવ્યું કે મેચની છેલ્લી ઓવરમાં દિલ્હી જીતી શકી. દિલ્હીએ 128 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (19/2) પ્લેયર ઓફ ધ મેચ તરીકે ચૂંટાયા હતા.


દિલ્હીને સતત મેચ જીતવી પડશે

દિલ્હી કેપિટલ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આવી સ્થિતિમાં, પ્લેઓફમાં પહોંચવા માટે, હવે તેણે તેની બાકીની 8 મેચોમાં ઓછામાં ઓછી 6 કે 7 મેચ જીતવી પડશે. એટલે કે તેણે સતત જીતવું પડશે. જો દિલ્હીએ આગળ પણ જીતનો સિલસિલો જાળવી રાખવો હોય તો ટીમના બેટ્સમેનોએ આગળ આવવું પડશે. ડેવિડ વોર્નર સિવાય દિલ્હી કેપિટલનો અન્ય કોઈ બેટ્સમેન આ સિઝનમાં નિયમિત પ્રદર્શન કરી શક્યો નથી.

  • Follow us on: