• જસપ્રીત બુમરાહ અત્યારે વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક
  • શ્રેષ્ઠ બેટ્સમેન પણ બુમરાહની સામે ચાલી શકતો નથી
  • બુમરાહને સૌથી મુશ્કેલ બેટ્સમેન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો

જસપ્રીત બુમરાહ અત્યારે વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. બુમરાહ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શ કરતો જોવા મળે છે. બુમરાહે T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ બેટ્સમેન પણ બુમરાહની સામે ચાલી શકતો નથી. પરંતુ શું કોઈ એવો બેટ્સમેન છે કે જેની સામે બોલિંગ કરવી જસપ્રીત બુમરાહને મુશ્કેલ લાગે? તો જસપ્રિત બુમરાહે પોતે આ સવાલનો જવાબ ખૂબ જ રસપ્રદ રીતે આપ્યો.

બુમરાહને પૂછવામાં આવ્યો સવાલ

બુમરાહ ચેન્નાઈમાં એક કોલેજ ફંક્શનમાં હાજરી આપવા આવ્યો હતો, જ્યાં તેને સૌથી મુશ્કેલ બેટ્સમેન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. બુમરાહને પૂછવામાં આવ્યું કે, તમને કોને બોલિંગ કરવી સૌથી મુશ્કેલ બેટ્સમેન લાગે છે? જેના જવાબમાં બુમરાહે દિલ જીતી લીધું.

…મારા પર કોઇ હાવી થાય!

બુમરાહે જવાબ આપ્યો, "હું સારો જવાબ આપવા માંગુ છું. અસલી વાત એ છે કે હું નથી ઈચ્છતો કે કોઈ મારા મન પર કોઇ હાવી થાય. હું દરેકનું સન્માન કરું છું, પરંતુ મારા મનમાં હું મારી જાતને કહું છું કે જો હું મારું કામ સારી રીતે કરીશ તો કંઈ નથી. દુનિયામાં એક જે મને રોકી શકે છે અને જો હું મારી જાતને શ્રેષ્ઠ તક આપું, તો બધું સારું થઈ જશે."


T20 વર્લ્ડકપ બાદથી આરામ પર છે બુમરાહ

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપ 2024 બાદ આરામ પર છે. T20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે અને શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. બુમરાહ બંને પ્રવાસમાં જોવા મળ્યો ન હતો. હવે ટીમ ઈન્ડિયાનું આગામી કાર્ય બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બુમરાહ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં પણ આરામ પર રહેશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

  • Follow us on: