- 3 ટીમો બદલાયેલા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે
- 214 ભારતીય, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે
- 111 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ છે
ક્રિકેટના મહાજંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. IPL ના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે વિદેશમાં હરાજી થશે. IPL ગવર્નિંગ કાઉન્સિલે હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે.
આ વખતે આ મિની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય છે, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે. ઉપરાંત, આ યાદીમાં 111 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ છે. હરાજી માટેની યાદીમાં બે સહયોગી દેશોના ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે IPL 2024 માટે તમામ 10 ટીમોમાં કુલ 77 ખેલાડીઓ જ છે. મતલબ કે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ જ વેચી શકશે.













