- મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે બીજી વનડે
- આ મેચમાં શ્રેયંકા પાટીલનું ટીમ ઈન્ડિયા માટે ODI ડેબ્યૂ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ODI સિરીઝની બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રેયંકા પાટીલે ટીમ ઈન્ડિયા માટે વન-ડે ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. આજે શ્રેયંકા પાટિલ ટીમ ઈન્ડિયા માટે પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ ODI મેચ રમવા જઈ રહી છે. આ પહેલા શ્રેયંકાએ ટીમ ઈન્ડિયા માટે T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. શ્રેયંકા પાટીલે વિમેન્સ પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયંકા બેટની સાથે સાથે બોલમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે.
મહિલા પ્રીમિયર લીગમાં કમાલ કરી
ટીમ ઈન્ડિયાએ શ્રેયંકા પાટિલને ડેબ્યૂ કરવાની તક આપી છે. કર્ણાટકની શ્રેયાંકાનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે. શ્રેયંકા પાટીલ વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. શ્રેયંકાએ વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી જ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયંકા પાટીલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિમેન્સ પ્રીમિયર લીગમાં 3 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે બેટિંગ કરતા ત્રણ મેચમાં 49 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયંકાએ બોલિંગ દરમિયાન 3 વિકેટ ઝડપી હતી.
શ્રેયંકાએ આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ડિસેમ્બર 2023માં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટી20 રમી હતી. તેણે અત્યાર સુધી 3 મેચ રમી છે અને તેમાં 5 વિકેટ લીધી છે. શ્રેયંકા ઇન્ડિયા A તરફથી રમી ચૂકી છે. તેણે ઈંગ્લેન્ડ A સામેની છેલ્લી સિરીઝમાં 5 વિકેટ લીધી હતી.
કોણ છે શ્રેયંકા પાટીલ?
શ્રેયંકા પાટીલ બેંગ્લોરની રહેવાસી છે અને 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહી છે. શ્રેયંકા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ક્રિકેટમાં પોતાનો રોલ મોડલ માને છે. આ સિવાય શ્રેયંકા IPLની પ્રથમ સિઝનથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને ચીયર કરી રહી છે.