• LPLનાં પહેલા મેચમાં ચાલુ મેચે સાપ દેખાયો
  • દિનેશ કાર્તિકે ફની ટ્વીટ કરી આપી પ્રતિક્રિયા
  • કાર્તિકે ટ્વીટ કરીને નિદાહસ ટ્રોફીને યાદ કરી
લંકા પ્રીમિયર લીગની આ સિઝનમાં 31 જુલાઈના રોજ ગાલે ગ્લેડીયેટર્સ અને દામ્બુલા જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન મેદાનમાં સાપ આવી જવાને કારણે રમત બંધ કરવી પડી હતી. જે બાદ મેદાનમાં સાપ આપવાનો વીડિયા વાયરલ થયો હતો. આ ઘટના બાદ દિનેશ કાર્તિકે બાંગ્લાદેશ માટે ફની ટ્વીટ કરીને નિદાહસ ટ્રોફીને યાદ કરી છે. જાણો શું છે સમગ્ર ઘટના.

લંકા પ્રીમિયર લીગની સીઝન 30 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. શનિવાર, 31 જુલાઈના રોજ, જ્યારે આ સિઝનની બીજી મેચ ગાલે ટાઇટન્સ અને દામ્બુલા ઓરા વચ્ચે રમાઈ રહી હતી, ત્યારે મેદાન પર અચાનક સાપ દેખાતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જેના કારણે મેચને પણ થોડો સમય માટે રોકવી પડી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો અલગ-અલદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, દિનેશ કાર્તિકે પણ ટ્વિટ કરતી વખતે સંપૂર્ણપણે અલગ પ્રતિક્રિયા આપી છે.


દિનેશ કાર્તિકે આપી પ્રતિક્રિયા
દિનેશ કાર્તિકે પોતાના ટ્વીટમાં મેચ દરમિયાન સાપ ઘૂસવા અંગે બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો છે. કાર્તિકે લખ્યું કે નાગિન પરત આવી, મને લાગ્યું કે આ બાંગ્લાદેશમાં છે. આ ટ્વીટમાં કાર્તિકે હેશટેગની સાથે નાગીનડાન્સ પણ લખ્યું છે. તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે તેણે નિદાહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશની ટીમે જે રીતે ઉજવણી કરી હતી તે પણ તેને યાદ છે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો નાગિન ડાન્સ ખૂબ જ પ્રખ્યાત છે, જેના માટે તેઓ ઘણી મેચોમાં અન્ય ટીમોના ખેલાડીઓ સાથે ટકરાયા છે કારણ કે આ ઉજવણી કરવાની તેમની રીત છે. જ્યારે શ્રીલંકામાં નિદાહાસ ટ્રોફી રમાઈ હતી, ત્યારે બાંગ્લાદેશ ટીમના નાગિન ડાન્સે તે સમયે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.


શાકિબ અલ હસને અમ્પાયરને સાપ વિશે ઈશારો કર્યો
ગાલે ટાઇટન્સ અને દામ્બુલા ઓરા વચ્ચેની મેચની બીજી ઇનિંગ્સ દરમિયાન, જ્યારે મેદાન પર એક સાપ દેખાયો, ત્યારે બાંગ્લાદેશના અનુભવી ખેલાડી શાકિબ અલ હસને અમ્પાયરને પ્રથમ ઈશારો કરીને જાણ કરી હતી. આ પછી મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી અને જ્યારે સાપ બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો તો મેચ ફરી શરૂ થઈ હતી.
  • Follow us on: