• વિમેન્સ હંડ્રેડ લીગમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર
  • ટેમીએ 61 બોલમાં 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી
  • મહિલા ખેલાડીની પ્રોફેશનલ ક્રિકેટર બનવાની સફર રસપ્રદ

હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી હન્ડ્રેડ વિમેન્સ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમની ક્રિકેટર ટેમી બ્યુમોન્ટે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. ટેમી હવે વિમેન્સ હંડ્રેડ લીગમાં સદી ફટકારનારી પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે. ટ્રેન્ટ રોકેટ્સ સામેની મેચમાં ટેમીના બેટથી 61 બોલમાં 118 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. ઈંગ્લેન્ડની આ મહિલા ખેલાડીની પ્રોફેશનલ ક્રિકેટર બનવાની સફર ઘણી રસપ્રદ રહી છે.

ટેબીને સેન્ડવીચની લાલચ આપતા હતા

નાનપણમાં, ટેમી બ્યુમોન્ટને તેના પિતા અને ભાઈએ ક્રિકેટ રમવા માટે સેન્ડવીચની લાલચ આપી હતી. આ કારણે તેણીએ આ રમત રમવાનું શરૂ કર્યું અને આજે એક પ્રોફેશનલ ખેલાડી તરીકે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સતત પોતાનું અદ્ભુત પ્રદર્શન બતાવી રહી છે. ટેમી બ્યુમોન્ટની 118 રનની ઇનિંગના આધારે તેની ટીમ વેલ્સ ફાયરે ટ્રેન્ટ રોકેટ્સને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

118 રનની ઈનિંગમાં ટેમી બ્યુમોન્ટનાએ 20 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વેલ્સ ફાયર વિમેન્સ ટીમના કેપ્ટન બ્યુમોન્ટે સોફી ડંકલે સાથે મળીને પ્રથમ વિકેટ માટે 81 રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ પછી ટેમીને સારા બ્રેસનો સાથ મળ્યો અને બંનેએ સ્કોર 180થી આગળ કર્યો. ક્રિસ્ટી ગોર્ડને ટેમીને પોતાનો શિકાર બનાવ્યો હતો.

વેલ્સ ફાયર મહિલા ટીમનો 41 રને વિજય થયો હતો

આ મેચમાં ટ્રેન્ટ રોકેટની ટીમને મળેલા 182 રનના ટાર્ગેટ સામે તે 100 બોલમાં 140 રન સુધી જ પહોંચી શકી હતી. વેલ્સ ફાયર તરફથી બોલિંગમાં ફ્રેયા ડેવિસે 2 જ્યારે એલેક્સ હાર્ટલી, શબનિમ ઈસ્માઈલ અને સોફી ડંકલીએ પણ 1-1 વિકેટ લીધી હતી. વેલ્સ ફાયરની ટીમ હવે 6માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર છે.

  • Follow us on: