• અમ્પાયરોએ માલિકોને સેમિફાઇનલ રોકવા માટે બ્લેકમેલ કર્યા
  • APL સેમિફાઇનલ મેચમાં અમ્પાયરોને મેદાનમાંથી હટાવ્યા
  • આ ઘટના અમેરિકન પ્રીમિયર લીગની સેમિફાઇનલ મેચંમાં બની

અમેરિકન પ્રીમિયર લીગ દરમિયાન અમ્પાયરોને મેદાનની બહાર કાઢી દેવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, APL તરફથી ડાઉન પેમેન્ટ લેવા છતાં, અમ્પાયરોએ APL માલિકો પાસેથી 30 હજાર ડૉલરની માંગણી કરી હતી, આ સિવાય જ્યારે 30 હજાર ડૉલર ન મળ્યા ત્યારે અમ્પાયરોએ માલિકોને સેમિફાઇનલ રોકવા માટે બ્લેકમેલ કર્યા હતા. જે બાદ આયોજકોએ પોલીસને બોલાવી અને અમ્પાયરોને મેદાનની બહાર કાઢી દીધા હતા.

અમ્પાયર્સનો મેસેજ વાયરલ થયો હતો

સોશિયલ મીડિયા પર અમ્પાયરના મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. પીટર ડેલા પેન્ના નામના એકાઉન્ટ દ્વારા અમ્પાયરોના મેસેજનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. એક સ્ક્રીનશોટમાં લખવામાં આવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સના ICC પેનલ અમ્પાયરોમાંથી એક હું વિજયા પ્રકાશ મલ્લેલા. અમ્પાયરોના $30,000ના લેણાં હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. આપણે બધાને પોત- પોતાના ખર્ચા હોય છે પરંતુ જ્યારે અમ્પાયરોએ APLના આયોજકોને આ પૈસા ચૂકવવાનું કહ્યું ત્યારે તેઓએ પોલીસને બોલાવી. જે બાદ અમારી પાસે અમ્પાયરિંગ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

ABL એ ટ્વીટ કરીને માહિતી આપી

આ સમગ્ર મામલાની માહિતી અમેરિકન પ્રીમિયર લીગના એક્સ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી હતી. અમેરિકન પ્રીમિયર લીગે ટ્વિટ કર્યું હતું કે અમ્પાયરોને ડાઉન પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું પરંતુ અમ્પાયરોએ 30 હજાર ડોલરની ચૂકવણીની માંગ કરીને તેમને બ્લેકમેલ કર્યા હતા અને સેમી ફાઈનલ મેચ રોકવા માટે કહ્યું હતું.

જ્યારે અમ્પાયરોને મેચ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું તો તેઓ સંમત ન થયા અને ત્યાર બાદ જ પોલીસને બોલાવવામાં આવી. પોલીસે આવીને અમ્પાયરોને મેદાનમાંથી હટાવ્યા હતા. અમ્પાયરે ક્યારેય મેચ રોકવાની ધમકી આપવી જોઈએ નહીં. ખાસ કરીને સેમી ફાઈનલ જેવી મોટી મેચ માટે તેઓએ ઘણું વિચારવું જોઈએ.

  • Follow us on: