વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઝડપી બોલર અલઝારી જોસેફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જોસેફ છેલ્લી ODI મેચ દરમિયાન કેપ્ટન શાઈ હોપ સાથે લડતો જોવા મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI સિરિઝ તાજેતરમાં સમાપ્ત થઈ છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર જીત નોંધાવી હતી.


હવે બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. વનડે સિરીઝની છેલ્લી મેચમાં ડ્રામા જોવા મળ્યો હતો. જ્યાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ અને ફાસ્ટ બોલર અલઝારી જોસેફ વચ્ચે મેદાન પર ઉગ્ર દલીલ જોવા મળી હતી. જે બાદ અલઝારી જોસેફે મેદાન છોડી દીધું અને ટીમ 10 ખેલાડીઓ સાથે રમી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે અલઝારી જોસેફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ ફાસ્ટ બોલર વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરી છે.


અલઝારી જોસેફ સસ્પેન્ડ

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે અલઝારી જોસેફને તાજેતરની ODI શ્રેણી દરમિયાન ટીમના સુકાની શાઈ હોપ સાથેની બોલાચાલી બાદ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. 27 વર્ષીય ફાસ્ટ બોલર જોસેફ ફિલ્ડ પ્લેસમેન્ટ પર હોપ સાથેની દલીલ બાદ મેચ દરમિયાન અધવચ્ચેથી મેદાનની બહાર નીકળી ગયો હતો.


શું હતો સમગ્ર મામલો?

આ સમગ્ર ઘટના વેસ્ટ ઈન્ડિઝની બોલિંગ દરમિયાન જોવા મળી હતી. જ્યારે અલઝારી જોસેફ ઇનિંગની ચોથી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવરમાં જોસેફે વિકેટ લીધી હતી. થોડા સમય બાદ તેની શાઈ હોપ સાથે ઉગ્ર દલીલ થઈ. ઈંગ્લેન્ડના જોર્ડન કોક્સની વિકેટ લેવા છતાં જોસેફ તેના સાથી ખેલાડીઓ સાથે ઉજવણીમાં સામેલ થયો ન હતો. તેના બદલે તે ડગઆઉટમાં ગયો અને પાંચમી ઓવર બેઠો. જેના કારણે તેની ટીમને 10 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરવું પડ્યું હતું.

  • Follow us on: