- વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે
- વેસ્ટ ઈન્ડિઝે સતત બે મેચ જીતીને સિરીઝ પર કબજો કરી લીધો છે
- સાઉથ આફ્રિકા બીજી મેચ માત્ર 35 બોલમાં હારી ગઈ હતી
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની T20 ક્રિકેટ સિરીઝની બીજી મેચ જીતી લીધી છે. આ પહેલા ટીમે પ્રથમ મેચમાં પણ સાઉથ આફ્રિકાને કારમી હાર આપી હતી. વેસ્ટ ઈન્ડિઝે બીજી ટી20 મેચ જીતીને સીરીઝ પર પણ કબજો કરી લીધો છે. સાઉથ આફ્રિકાની ટીમ આ મેચ માત્ર 35 બોલમાં હારી ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતી વખતે તાકાત બતાવી
બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. ટીમ માટે શાઈ હોપે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.આ સિવાય કેપ્ટન રોવમેન પોવેલે 22 બોલમાં 3 સિક્સરની મદદથી 35 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શરફાન રધરફોર્ડે 18 બોલમાં 2 છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા.
35 બોલમાં મેચની દિશા બદલાઈ
વેસ્ટ ઈન્ડિઝે આપેલા 180 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 13.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા. અહીંથી ટીમને મેચ જીતવા માટે 37 બોલમાં 50 રનની જરૂર હતી. સાઉથ આફ્રિકાએ આગળની 6 વિકેટ માત્ર 35 બોલમાં ગુમાવી દીધી હતી અને આ દરમિયાન ટીમ માત્ર 20 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાની આખી ટીમ 19.4 ઓવરમાં 149 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફરી હતી અને વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 30 રને જીતી લીધી હતી.
પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો
મેચમાં 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લેનાર રોમારીયો શેફર્ડને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. રોમારીયો શેફર્ડે IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે દિલ્હી કેપિટલ્સના બોલર એનરિક નોરખિયાની એક ઓવરમાં 32 રન ફટકાર્યા હતા. IPL-2024ની આ સૌથી મોંઘી ઓવર હતી.