- એશિયા કપમાં વિરાટનું શાનદાર પ્રદર્શન
- રવિ શાસ્ત્રીએ વિરાટ પર કરી કોમેન્ટ
- કોહલીએ સમસ્યામાંથી છૂટકારો મેળવી લીધો
અનુભવી બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે બે અડધી સદી ફટકારી અને T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ વખત સદી ફટકારી. વિરાટની આ સદી લગભગ ત્રણ વર્ષ બાદ ફટકારી છે. આ પહેલા તેણે વર્ષ 2019માં ટેસ્ટ ફોર્મેટમાં સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે આનાથી તેનું વજન ઓછામાં ઓછું 5 કિલો ઘટ્યું છે.
વિરાટે અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી
8 સપ્ટેમ્બરે એશિયા કપના સુપર-4 રાઉન્ડની મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. તેણે દુબઈમાં અફઘાનિસ્તાન સામે આ કારનામું કર્યું હતું. વિરાટના કરિયરની આ 71મી આંતરરાષ્ટ્રીય સદી છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તેણે 61 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 12 ફોર અને 6 સિક્સર સામેલ હતી. તેણે એશિયા કપમાં અગાઉ બે અડધી સદી પણ ફટકારી હતી.
શાસ્ત્રીએ કહ્યું- હું 700 દિવસ સુધી ડ્રેસિંગ રૂમમાં હતો
ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, 'તમે 1020 દિવસનો ઉલ્લેખ કર્યો છે. હું કહી શકું છું કે જ્યારે તે બન્યું ત્યારે 700 દિવસ હું ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં હતો. ઘણો સમય થયો છે. વિરાટે તેની સમસ્યામાંથી છૂટકારો મેળવી લીધો છે જે ખૂબ જ મુશ્કેલ લાગતી હતી. તમે એક, બે, અઢી વર્ષની મુશ્કેલ યાત્રામાંથી પસાર થયા. પછી રોજ લોકો યાદ અપાવવાનું શરૂ કરે છે - 'આટલો સમય થઇ ગયો'. તે માણસ છે. આ વાતથી તેને ટેન્શન થતું હશે.. દરરોજ સવારે તે ઉઠતા હશે અને તે વિચારતા હશે કે નહીં, પણ તેમને વારંવાર યાદ અપાવવામાં આવે છે.
મારું વજન ઓછું થઇ ગયું.
60 વર્ષીય ભૂતપૂર્વ કોચે કહ્યું, “આજે મને લાગે છે કે મારો 5 કિલોનો ભાર ઓછો થઈ ગયો હશે. મને પૂછશો નહીં કે વજન ક્યાંથી ગયું, માથેથી ઓછામાં ઓછું 5 કિલો વજન ઓછું થઈ ગયું છે. તમે તેની ઇનિંગ્સના છેલ્લા 40 રન જોઈ શકો છો. તેનો ટ્રેડમાર્ક શોટ, આત્મવિશ્વાસ, બોલરોને ધોઈ નાખવાની સંપૂર્ણ આક્રમકતા પાછી આવી ગઈ છે. હા, ઘણો સમય લાગ્યો.