• આજે વર્લ્ડ કપ 2023ની શરુઆત
  • પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
  • હવામાન વિભાગે વરસાદ વિશે કરી આગાહી

આજે વર્લ્ડ કપ 2023ની શરુઆત થશે. ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આમને-સામને જોવા મળશે, આ બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટક્કરાશે. ગત વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. પરંતુ શું વર્લ્ડ કપની પહેલી મેચમાં વરસાદ વિધ્ન બનશે? જાણો શું કહે છે હવામાન વિભાગ

આ મેચ પર વરસાદની અસર થશે? 

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો અમદાવાદમાં ટકરાશે. પરંતુ શું આ મેચ પર વરસાદની અસર થશે? અમદાવાદમાં આજે વરસાદ પડશે? જોકે, ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે અમદાવાદમાં વરસાદની શક્યતા ઓછી છે. જોકે ગુરુવારે સવારે અમદાવાદમાં વરસાદ પડી શકે છે, પરંતુ મેચ પર કદાચ કોઈ અસર નહીં થાય.

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચમાં વરસાદ પડશે?

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ સમય સુધીમાં આકાશ સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે. આ સિવાય અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ગુરુવારે તડકો રહેશે. તેમજ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે એવું માનવામાં આવે છે કે ગુરુવારની મેચ પર વરસાદની અસર નહીં થાય.

ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની પ્રથમ મેચ ગુરુવારે રમાશે. આ સાથે જ ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ પોતાની બીજી મેચમાં અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. બંને ટીમો 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ ટીમો ઉપરાંત ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેધરલેન્ડ જેવી ટીમો સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

  • Follow us on: