- વર્લ્ડકપના સુપર-8 તબક્કામાં તેની પ્રથમ મેચ 20 જૂને રમશે
- અફઘાનિસ્તાન સામે હંમેશા ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો
- અફઘાનિસ્તાન સામેની મેચમાં કુલદીપ યાદવને મળશે મોકો
ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપના સુપર-8 તબક્કામાં તેની પ્રથમ મેચ 20 જૂન ગુરુવારે રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે રમાશે. જો કે અફઘાનિસ્તાન સામે હંમેશા ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે, પરંતુ આ ટીમને હળવાશથી લઈ શકાય નહીં. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મેચ પહેલાની કોન્ફરન્સમાં કંઈક આવું જ કહ્યું હતું.
અફઘાનિસ્તાનને હલકામાં ન લઈ શકાય
રાહુલ દ્રવિડે કહ્યું- અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાન ખતરનાક ટીમ બની શકે છે. તેમના ઘણા ખેલાડીઓ વિશ્વભરમાં T20 લીગ રમે છે. તેઓ ચોક્કસપણે એક ટીમ છે જેને આ ફોર્મેટમાં હલકામાં ન લઈ શકાય. અફઘાનિસ્તાન પાસે ઘણું સારું બોલિંગ આક્રમણ છે. ફઝલહક ફારૂકી અને નવીન ઉલ હક બોલને સ્વિંગ કરી રહ્યા છે. તેમના સ્પિનરો પણ ઘણા સારા છે, પરંતુ અમારી પાસે તેમનો સામનો કરવા માટે પૂરતી કુશળતા છે.”
સ્પિનરની ભૂમિકા મહત્વપૂર્ણ
કુલદીપ યાદવના સવાલ પર રાહુલ દ્રવિડે કહ્યું- સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે. અમે તમામ પ્રકારના વિકલ્પોને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે. ન્યૂયોર્કમાં અમારી પાસે બેટિંગના 8 વિકલ્પો હતા. અહીં રિસ્ટ સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે. દ્રવિડે કહ્યું- કોઈને પણ બહાર રાખવું મુશ્કેલ છે, પરંતુ યુએસએની સ્થિતિ ઝડપી બોલરોના પક્ષમાં હતી. જો અમને કુલદીપ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં વધારાના સ્પિનરની જરૂર જણાશે તો અમે તેના પર વિચાર કરીશું.
નવા સંજોગો માટે અનુરૂપ ટીમ
દ્રવિડે નવા મેદાનમાં એડજસ્ટ થવાની વાત કરી. આ રમતને આગળ લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તમારે સંજોગોનું ધ્યાન રાખવું પડશે. ક્રિકેટ એક એવી રમત છે જે દરેક પ્રકારના સંજોગો પર આધાર રાખે છે. દરેક વિકેટ એકસરખી ન હોઈ શકે. આપણને લાગે છે કે આપણી પાસે સંજોગોને અનુરૂપ બનવાની ઘણી ક્ષમતા છે.