- ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI વર્લ્ડ કપની મેચ 15 ઓક્ટોબરે રમાશે
- મહિનાઓ પહેલા તેનો ફિક્સિંગ પ્લાન લીક થયો હોવાના સમાચાર સામે આવ્યા
- માત્ર ભારત જ નહીં પરંતુ પડોશી દેશોના લોકો પણ આ મેચની રાહ જોઈ રહ્યા છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI વર્લ્ડ કપની મેચ 15 ઓક્ટોબરે રમાવાની છે. આ મેચને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, મહિનાઓ પહેલા તેનો ફિક્સિંગ પ્લાન લીક થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મહામુકાબલો અમદાવાદમાં
5 ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. માત્ર ભારત જ નહીં પરંતુ પડોશી દેશોના લોકો પણ આ મેચની રાહ જોઈ રહ્યા છે.
મેચ ફિક્સ?
હવે મહિનાઓ પહેલા આ મેચ ફિક્સ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ છે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 97 રનના માર્જિનથી જીતશે. એટલું જ નહીં આ મેચમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બનશે તેવું પણ લખવામાં આવી રહ્યું છે.
વિરાટ ફટકારશે સદી!
જો આ સ્ક્રીનશોટ પર વિશ્વાસ કરવામાં આવે તો વિરાટ કોહલી પાકિસ્તાન સામે સદી ફટકારશે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટોસ જીત્યા બાદ ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપશે. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 4 વિકેટે 334 રન બનાવશે. આ દરમિયાન વિરાટ કોહલી 83 બોલનો સામનો કરીને અણનમ 119 રન જોડશે. ત્યારબાદ પાકિસ્તાની ટીમ 45.4 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ જશે. સિરાજ શ્રેષ્ઠ બોલર હશે જે 36 રનમાં 3 વિકેટ લેશે.