IPL 2025 ની 34મી મેચ વરસાદને કારણે રદ્દ તઈ શકે છે. બેંગલુરુમાં આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવાની છે, પરંતુ વરસાદને કારણે આ મેચનો ટોસ હજુ સુધી થયો નથી. અહીં જાણો વરસાદ ક્યારે બંધ થશે અને આ મેચ ક્યારે રદ જાહેર કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ ઉત્તમ છે. અહીં, વરસાદ બંધ થતાંની સાથે જ મેચ રમવા માટેની પરિસ્થિતિઓ બનાવવામાં આવે છે. નિયમો અનુસાર, જો 10:54 સુધી રમત માટે પરિસ્થિતિઓ યોગ્ય હોય, તો બેંગ્લોર અને પંજાબ વચ્ચેની મેચ 5-5 ઓવરમાં રમાશે. જો આ સમય સુધી વરસાદ બંધ ન થાય તો મેચ રદ જાહેર કરવામાં આવશે.













