• કોહલી ટી-20 શ્રેણીમાં છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છે

  • જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમની ચિંતા વધી
  • વિરાટ કોહલીએ પ્રેક્ટિસ સેશનમાં જોરદાર બોલિંગ કરી 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આવતા મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી દરમિયાન બોલિંગમાં નવા વિકલ્પો અજમાવતી જોવા મળી શકે છે. એવા સંકેત મળી રહ્યા છે કે, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છે.

જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમની ચિંતા વધી

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાની સામે રવિન્દ્ર જાડેજાની ઈજાને કારણે એક નવી મુશ્કેલી ઉભી થઈ છે. રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયા માટે દરેક ફોર્મેટમાં પરફેક્ટ ઓલરાઉન્ડર છે. ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમને નવા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવું પડશે. કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં પોતાના તમામ વિકલ્પો અજમાવવા માંગે છે.વિરાટ કોહલી સોમવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ પ્રેક્ટિસ સેશનમાં જોરદાર બોલિંગ કરી. વિરાટ કોહલીના બોલ રમવામાં અક્ષર પટેલને ઘણી તકલીફ પડી હતી.

હાર્દિક પંડ્યાની જવાબદારી વધશે

એશિયા કપમાં એવા પણ સંકેત મળ્યા હતા કે ટીમ ઈન્ડિયા જરૂર પડ્યે વિરાટ કોહલીને છઠ્ઠા કે સાતમા બોલર તરીકે ઉપયોગ કરી શકે છે. એશિયા કપ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ એક મેચમાં ચોંકાવનારો નિર્ણય લેતા વિરાટ કોહલીને ખૂબ જ મહત્વપૂર્ણ ઓવર નાખવા આપી હતી.

વિરાટ કોહલીએ પ્રેક્ટિસ સેશનમાં જોરદાર બોલિંગ કરી 

જો વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના બોલિંગ પ્લાનમાં ફિટ થઈ જાય છે તો કેપ્ટન રોહિત શર્મા 7 બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યાને ટીમ ત્રીજા કે ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવવા માટે કહી શકે છે.


  • Follow us on: