• ગુજરાત ટાઇટન્સને કેન વિલિયમસનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો
  • ફીલ્ડિંગ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો
  • જેના કારણે તેને IPL 2023ની 16મી સિઝનમાંથી બહાર થવું પડ્યું

IPL 2023ની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને કેન વિલિયમસનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. ઋતુરાજ ગાયકવાડના છગ્ગાને બાઉન્ડ્રી પર રોકવાનો પ્રયાસ કરતી વખતે ફીલ્ડિંગ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને 16મી સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. આ જ મામલે કેનનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ગુજરાત ટાઇટન્સ કેમ્પ છોડતી વખતે ખૂબ જ ભાવુક થઇ ગયો હતો. કેન વિલિયમસને પણ ટીમમાં ફરી જોડાવા માટે ખાસ સંદેશ આપ્યો છે.


કેન વિલિયમસને ગુજરાત કેમ્પને વિદાય આપી

ગુજરાત ટાઇટન્સે તેની પહેલી મેચ 31 માર્ચે ચેન્નાઇ સામે રમી હતી. જેમાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીત હાંસલ કરી હતી, પરંતુ આ જીત ત્યારે ફિક્કી પડી ગઈ જ્યારે તેનો દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન ફીલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વાસ્તવમાં ફીલ્ડિંગ દરમિયાન, ન્યૂઝીલેન્ડનો પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન IPLમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ગુજરાત ટાઇટન્સે પણ આ સમાચારને સમર્થન આપ્યું હતું. કેને આખરે ગુજરાત કેમ્પ છોડી દીધો છે. તેના ચહેરાના હાવભાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ગુજરાત ટાઇટન્સ કેમ્પને છોડતી વખતે ખુશ નથી.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ઈજા પર પોતાની પ્રતિક્રિયા આપી છે

આ વર્ષે 50 ઓવરનો ODI વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. પરંતુ તે પહેલા કેનને આઈપીએલમાં ઈજા થઈ હતી. આ અંગે કહેવું થોડું ઉતાવળું છે કે તે વર્લ્ડકપનો ભાગ બની શકશે કે નહીં. તેની ઈજા અંગે સ્પષ્ટતા આપતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટે કહ્યું છે કે. “ઘૂંટણની ઈજા સાથે ગુજરાત ટાઇટન્સમાંથી છૂટ્યા બાદ, કેન વિલિયમસન ઈજાનું મૂલ્યાંકન કરવા ન્યૂઝીલેન્ડ પરત ફરશે. હવે તે આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડ પરત ફરે એટલે સારવાર માટે સંબંધિત તબીબી નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે."

  • Follow us on: