• બાર્બોરા ક્રેજિકોવાએ વિમ્બલ્ડનની ફાઇનલ જીતી
  • બાર્બોરા ક્રેજિકોએ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યુ
  • વિમ્બલ્ડનમાં નામ આગળ મિસ અથવા મિસિસનો ઉપયોય બંધ

બાર્બોરા ક્રેજિકોવાએ વિમ્બલ્ડન 2024ની ફાઇનલમાં જીતીને તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. બાર્બોરા ક્રેજિકોવાએ શનિવારે લંડનમાં સેન્ટર કોર્ટ પર મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાસ્મિન પાઓલિનીને 6-2-, 2-6, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે ક્રેજિકોવા ઓપન એરામાં વિનસ રોઝવોટર ડીશ હાંસલ કરનારી ચોથી ચેક ખેલાડી બની ગઈ છે. આ તેનું પહેલું વિમ્બલ્ડન ટાઈટલ છે. જો કે, બાર્બોરા ફાઇનલમાં જીતી હોવા છતાં, મિસ અથવા મિસિસ ઓનર રોલમાં તેના નામની આગળ દેખાશે નહીં. ચાલો તમને જણાવીએ કે આવું કેમ થાય છે...

પહેલા મિસ અથવા મિસિસનો થતો હતો ઉપયોગ 

અગાઉ મહિલા ખેલાડીઓ માટે વિનર રોલ પર મિસ અથવા મિસિસ લખવામાં આવતું હતું. ઉદાહરણ તરીકે, વિનસ વિલિયમ્સ માટે મિસ વી. વિલિયમ્સ…જ્યારે મિસ્ટરને બદલે પુરૂષોના નામની આગળ તેમના નામનો પ્રથમ અક્ષર અને પછી અટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, નોવાક જોકોવિક માટે એન.જોકોવિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

https://twitter.com/Wimbledon/status/1812075535649956000

સમાનતા માટે પહેલ કરી

ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ (AELTC) એ 2022ની આવૃત્તિમાંથી મહિલા ચેમ્પિયનના નામમાંથી મિસ અથવા મિસિસને હટાવી દીધા છે. હવે ઓનર રોલને આધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કરતાં રમતનું આધુનિકીકરણ કરતી વખતે પુરૂષો અને મહિલા ચેમ્પિયન વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે. અગાઉની સિસ્ટમને થોડા સમય માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. લગભગ છ વર્ષ પહેલાં જાણીતા અખબારે અમ્પાયરો પર પુરૂષ અને મહિલા ખેલાડીઓને અલગ-અલગ રીતે સંબોધતા હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ પછી વિમ્બલ્ડને એક મોટો ફેરફાર કર્યો અને મેચ કોલિંગ દરમિયાન ટાઇટલનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. ઘણા લોકોએ આ પગલાને આવકાર્યું છે.

રોહિત શર્માએ આપી હાજરી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રોહિત શર્માએ પણ વિમ્બલ્ડનમાં હાજરી આપવા પહોંચ્યો હતો. જેને લઇને તે સોશિયલ મીડિયા પર છવાયો હતો. તેણે કહ્યું કે તે કોઈનું સમર્થન નથી કરી રહ્યો, તે માત્ર સારું ટેનિસ જોવા આવ્યો છે. રોહિત પહેલા સચિન તેંડુલકરે અહીં હાજરી આપી હતી.