- વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન આજથી શરૂ
- ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ
- કૃતિ સેનન અને કિયારા અડવાણીનું ધમાકેદાર પર્ફોમન્સ
મુંબઈના ડી.વાય પાટિલ સ્ટેડિયમમાં વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત થઈ. આ દરમિયાન અભિનેત્રી કિયારા અડવાણી અને કૃતિ સેનને પોતાના ડાન્સથી બધાનું દિલ જીતી લીધું હતું. બીજી તરફ પ્રખ્યાત પોપ સિંગર એપી ધિલ્લોને પોતાના ગીતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પરફોર્મન્સ બાદ BCCIના તમામ અધિકારીઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે પાંચ ટીમોના કેપ્ટન પણ પહોંચ્યા હતા. તમામ કેપ્ટનોએ સાથે મળીને ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન આજથી શરૂ થશે. તમામ મેચો મુંબઈના બે સ્ટેડિયમ ડી.વાય પાટિલ અને બ્રેબોર્નમાં રમાશે. ડી.વાય પાટીલમાં પ્રથમ મેચ પહેલા રંગારંગ કાર્યક્રમ શરૂ થયો છે. વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. મુંબઈનું ડી.વાય પાટિલ સ્ટેડિયમ દર્શકોથી ભરેલું છે. બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને કૃતિ સેનને શાનદાર પર્ફોમન્સ કર્યું હતું.
કૃતિ સેનને ચક દે ઈન્ડિયા ગીત પર ડાન્સ કર્યો
કૃતિ સેનન ચક દે ઈન્ડિયા ગીત પર તેના પરફોર્મન્સની શરૂઆત કરી હતી. તેણે 'બાદલ પે પાઓં હૈ' પર ડાન્સ કર્યો હતો. ત્યાર બાદ ચક દે ઈન્ડિયાના ટાઈટલ ટ્રેક પર ડાન્સ પણ કર્યો હતો. તે પછી તેણે ફિલ્મ 'લુકા છુપ્પી'ના ગીત 'કોકા કોલા તુ' પર ડાન્સ કર્યો હતો. તેણે પોતાના પ્રખ્યાત ગીત 'પરમ સુંદરી' પર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા.
એપી ધિલ્લોને પોતાના ગીતથી ધૂમ મચાવી
પ્રખ્યાત પોપ સિંગર એપી ધિલ્લોને પોતાના પંજાબી ગીતોથી બધાને નચાવ્યા હતા. તેણે 'દિલ તેરા' અને 'ક્યા બાત હૈ' ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા.
વિમેન્સ પ્રીમિયર લીગ આજથી શરૂ થઈ રહી છે. તમામ ક્રિકેટ ફેન્સ આ ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સિઝનની પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમ વચ્ચે મુંબઈના ડી.વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.









