- ILT20 અને SA20 લીગની ફાઇનલના કારણે હરાજી મોકૂફ રખાઈ
- આ હરાજી 11મી કે 13મી ફેબ્રુઆરીએ થાય તેવી સંભાવના છે
- નવી દિલ્હી અથવા મુંબઇમાં મહિલા પ્લેયર્સની હરાજી થશે
વિમેન્સ આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજી ચાલુ મહિનાના બીજા સપ્તાહમાં થઈ શકે છે. આ હરાજી 11મી કે 13મી ફેબ્રુઆરીએ થાય તેવી સંભાવના છે. હરાજી માટે હજુ સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, નવી દિલ્હી અથવા મુંબઇમાં મહિલા પ્લેયર્સની હરાજી થશે. બીસીસીઆઇ ટૂંક સમયમાં આ બાબતની જાહેરાત કરશે. બોર્ડે અગાઉ છઠ્ઠી ફેબ્રુઆરીએ મુંબઇમાં હરાજીની યોજના તૈયાર કરી હતી પરંતુ બે કારણોસર તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિમેન્સ પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી માલિકો પાસે યુએઇ ખાતે રમાતી આઇએલટી20 તથા સાઉથ આફરિકામાં રમાતી એસએ20 લીગની ટીમો છે. આઇએલટીની ફાઇનલ 11મી ફેબ્રુઆરીએ તથા એસએ20ની ફાઇનલ 20મી ફેબ્રુઆરીએ યોજાશે. વિમેન્સ આઇપીએલમાં પાંચ ટીમોમાંથી ત્રણની પાસે મેન્સ આઇપીએલની ટીમો પણ છે. આ ટીમોમાં મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેલ છે. મહિલા ટીમો દ્વારા બીસીસીઆઇને 4,669 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે. પ્રથમ સિઝન મુંબઇના ડીવાય પાટિલ તથા બ્રેબોન સ્ટેડિયમ ખાતે રમાશે. વાનખેડેને મેન્સ આઇપીએલ માટે તૈયાર રાખવામાં આવશે.
મિતાલી રાજ બાદ હવે ઝૂલન ગોસ્વામીને પણ વિમેન્સ પ્રીમિયર લીગ માટે ઓફર મળી










